Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશરાજકારણ

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ જંગ દરરોજ ખતરનાર રૂપ ધારણ કરી રહ્યું છે. આ દરમિયાન રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે. તો વળી યુક્રેને પણ હાર નહીં માનવાનું નક્કી કરી લીધું છે. આ જંગને ઘાતક માનવાનું એક એ પણ કારણ છે કે, પહેલી વાર દ્રિતિય વિશ્વ યુદ્ધ બાદ આટલો મોટો હુમલો થયો છે. *ઘણા દેશોએ લગાવ્યા છે પ્રતિબંધો* રશિયન આર્મીએ ચાલુ કાર પર ચડાવી દીધી ટેન્ક, બીજી બાજુ યુક્રેનની મહિલાએ રશિયન સૈનિકને ધમકાવ્યો કેમેરા જોતા ગિફ્ટ લઈ ગાડીમાં ભાગ્યા નિષ્ણાંતોનું માનીએ તો, જો આ યુદ્ધ આવી જ રીતે હજૂ પણ ચાલશે, તો ટૂંક સમયમાં ત્રીજા વિશ્વ યુદ્ધનું રૂપ ધારણ કરી લેશે. જેથી સમગ્ર દુનિયા પર સંકટ આવી શકે છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા જંગે ફરી એક વાર દુનિયાના તમામ દેશોને બે ધડામાં કર્યા છે. યુક્રેન પર હુમલો કરવાથી નારાજ કેટલાય દેશો રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી રહ્યા છે . તો રશિયા દુનિયાના કેટલાય દેશો માટે ખૂબ જ મહત્વનો છે. તે ફક્ત તેલ અને ગેસ સેક્ટરમાં મહત્વ નથી રાખતો, પણ અન્ય કમોડિટીઝ અને મિનર્લસ મામલે પણ મોટો ખેલાડી છે. તો આવા સમયે પ્રતિબંધ લગાવેલા દેશોમાં આ વસ્તુઓની સપ્લાઈ ઘટી જશે અને તેના ભાવમાં ધરખમ વધારો થવાનું અનુમાન પણ લગાવી શકાય છે. *સમગ્ર દુનિયા બે ધડામાં વહેંચાઈ* આ જંગે 40 વર્ષ બાદ ફરી એક વાર સમગ્ર દુનિયાને બે ધડામાં વહેંચી નાખ્યા છે. રશિયાની વાત કરીએ તો, તેના સમર્થનમાં આવેલો ક્યૂબા દેશ સૌથી પહેલો દેશ છે. ક્યૂબામાં જંગ દરમિયાન સરહદી વિસ્તારમાં નાટોના વિસ્તારને અમેરિકાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે્, બંને દેશોને વૈશ્વિક શાંતિ માટે કૂટનીતિક રીતે આ મુદ્દાનું નિરાકરણ લાવવું જોઈએ. તો *આ દેશો આપી શકે છે રશિયાને સાથ* જેમાં અર્મેનિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને બેલારૂસ પણ રશિયાનો સાથ આપશે. આ દેશો રશિયા સાથે જશે તેની પાછળનું કારણ, આ છ દેશોએ સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન પર હસ્તાક્ષર કર્યા છે. જેનો અર્થ થાય છે કે, જો રશિયા પર કોઈ દેશ દ્વારા હુમલો કરવાામં આવે તો, આ દેશ પણ રશિયાની મદદ માટે આગળ આવવું. . *ઈરાન પણ કરશે રશિયાનું સમર્થન* રશિયા સતત ઈરાનને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરવામાં લાગેલુ છે. તો બંને દેશોના સંબંધોમાં ન્યૂક્લિયર ડીલ નિષ્ફળ રહ્યા બાદ અંતર બનેલુ છે. ત્યારે ઉત્તર કોરિયા પણ રશિયાનો સાથ આપી શકે છે. તો વળી પાકિસ્તાન પણ રશિયાના ખોળામાં જઈને બેસી શકે છે . *યુક્રેનને કેટલા દેશોનુ સમર્થન* આ હાલની સ્થિતિને જોતા નાટોમાં શામેલ યુરોપિયન દેશ જેમાં બેલ્ઝિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ, આઈસલેંન્ડ, ઈટલી, લગ્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, બ્રિટેન અને અમેરિકા યુક્રેનને સાથ આપી શકે છે. જર્મની અને ફ્રાંસ પણ યુક્રેનનો સાથ આપી શકે કેમકે , તેમણે હાલમાં જ મોસ્કોનો પ્રવાસ કર્યો હતો અને વિવાદને શાંત કરવાની વાત કહી હતી. *ભારતનું વલણ* હાલ આ યુદ્ધમાં તટસ્થ ભૂમિકામાં ભારત એકલો દેશ છે . આ સમગ્ર સંકટ માં ભારતે પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે . કેમકે પાછળનું સૌથી મોટુ કારણ અમેરિકા અને રશિયા બંને દેશો સાથે સારા સંબંધો છે. ભારતના જીડીપીનો 40 ટકા ભાગ ફોરેન ટ્રેડથી આવે છે. ભારતનો મોટા ભાગનો બિઝનેસ અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશો ઉપરાંત મિડિલ ઈસ્ટ સાથે છે. જ્યારે રશિયા અને ભારત વચ્ચે 10થી 12 બિલિયન ડોલરનો વ્યાપાર છે .

संबंधित पोस्ट

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

સોમવારે રાહુલ ગાંધી પહોંચશે અમદાવાદ, ઉમેદવારોના પ્રથમ લિસ્ટ પર પસંદગી ઉતારશે

Karnavati 24 News

પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે થશે પ્રચાર પડઘમ શાંત

Admin

કોંગ્રેસના રાજકોટના આ મોટો નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા, કરાવી રહ્યા છે સર્વે

Karnavati 24 News

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News