Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 3 ડિગ્રી વધતાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો, હજુ 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઉત્તરના ઠંડાહેમ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેને લઇ છેલ્લા 24 કલાકમાં ઠંડી વધુ 3 ડિગ્રી વધતાં 5 પૈકી 4 શહેરોમાં ઠંડીનો પારો 8 ડિગ્રી પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત 14 જાન્યુઆરીએ કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. એટલે કે, 10 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ચાલુ મહિનાનો ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ઠંડી 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ પણ તૂટી શકે છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2012 થી 2021 સુધીમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 6 ડિગ્રી ઠંડીનો તા.12 જાન્યુઆરી, 2017નો રેકોર્ડ રહ્યો છે. હજુ 3 ડિગ્રી પણ ઠંડી વધશે તો છેલ્લા 10 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે.

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. શીતલહેરના કારણે 48 કલાકમાં 7 થી 10 ડિગ્રી જેટલી ઠંડી વધી છે. ઠંડાહેમ જેવા પવનના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. દિવસભરના ઠંડા વાતાવરણ વચ્ચે સવારે અને મોડી સાંજ બાદ મોટાભાગના જાહેર રસ્તા ઉપર કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં હજુ ઠંડી 2 થી 4 ડિગ્રી ઘટશે. જેને લઇ 27 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં શીતલહેર ફૂંકાવાના કારણે હાડ થિજાવતી ઠંડીનો પ્રકોપ જોવા મળશે.

માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી, બરફ જામ્યો માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ ચાર ડિગ્રીએ પહોંચ્યું છે, જેને પગલે પાણીના કુંડ-બગીચામાં બરફ છવાયો હતો. રવિવારની સાંજથી તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને સોમવારે વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો તેમજ પાણીના કુંડા અને ગાડી ઉપર જેવી અનેક જગ્યા પર બરફ પથરાયો હતો.

રાહત 3 દિવસ બાદ ઠંડી ઘટવાનું શરૂ થશે હવામાન વિભાગ મુજબ, આગામી 3 દિવસ સિઝનની સૌથી વધુ હાડ થિજાવતી ઠંડી પડશે. ત્યાર બાદ તા.28-29 મીએ ઠંડીનું પ્રમાણ 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. એટલે કે, 28 મી બાદ ઠંડીનો પારો 11 થી 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

संबंधित पोस्ट

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News

દિવાળી સ્પેશિયલ : દેશના તમામ મંદિરોથી અલગ છે મેવાડનું ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર, શું છે મૂર્તિની વિશેષતા

Admin

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

Admin

કાળને કોણ રોકી શકે ? ઓલપાડ ટેક્સટાઇલ યુનિટમાં કામ કરતો યુવક પરત ફરતો અને કન્ટેનરચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો

Karnavati 24 News

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

Karnavati 24 News

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

Admin