Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારરાજકારણસ્થાનિક સમાચાર

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

નિર્ણય પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી. કોર્પોરેટરો મળતી ગ્રાન્ટમાંથી ખરીદી કરી મળતિયાઓને લ્હાણી કરતાં હોવાનો પણ આક્ષેપ. ગાંધીનગર મહાનગર પાલિકાની તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર શહેરના નાગરિકો પાસેથી મિલકત ટ્રાન્સફર ફી વસુલ કરવા માટે તધલખી નિણૅય લેવામાં આવેલો છે. જેના પગલે ગાંધીનગર શહેરના નાગરિકોમાં સખ્ત વિરોધની સાથે આક્રોશ વ્યાપ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરને શહેર વસાહત મહાસંઘ દ્વારા રજૂઆત પણ કરાઈ છે. સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર વંશ પરંપરાગત થતી હોય છે, વેચાણ થતી નથી. જ્યારે મિલકત વેચાણથી ટ્રાન્સફર થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટી વસુલ કરવામાં આવે છે તેમજ મિલકત વેરો પણ લેવામાં આવે છે. આ રીતે ડબલ ટેક્સ ચલાવી ન લેવાય. જેનો ગાંધીનગર શહેરના નાગરિકો સખ્ત વિરોધ કરી રહ્યા છે. જે પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી છે.

संबंधित पोस्ट

આવતા મહિને ખેડૂતોને આપવામાં આવશે બે હજારની સહાય આપશે .

Karnavati 24 News

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

શહેરમાં (Surat ) કોરોનાના નવા વેરિયન્ટ XEને લઈને સુરત મહાનગર પાલિકા (SMC) એલર્ટ થઈ ગઈ છે. જો કે, નવા વેરિયન્ટનો (Variant ) એકપણ દર્દી મળ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિશનરનું કહેવું છે કે જો

Karnavati 24 News

રાહુલ ગાંધીની નેટવર્થઃ રાહુલ ગાંધીની સંપત્તિ કરોડોમાં છે, જાણો કોંગ્રેસ નેતાની જીવનશૈલી

Karnavati 24 News