Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જામનગર બાર એસોસિએશનના આઠમી વાર પ્રમુખ બનતા સુવા

જામનગર તા.25: જામનગર બાર એસોસિએશનના વર્ષ 2022ના હોદેદારો માટેની ચૂંટણીનું ગઈકાલે ઉત્સાહભર્યા માહોલમા મતદાન અને મતગણતરી પૂર્ણ થયા બાદ જામનગર બારનું સુકાન સતત આઠમી વખત પ્રમુખ ભરતભાઇ સુવાના હાથમાં આવ્યું છે. વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ સુવાનો જંગી લીડથી જબરદસ્ત વિજય થયો છે. જામનગર બાર એસોસીએશનના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે ગઈકાલે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વકીલોના અભૂતપૂર્વ ઘસારાને લઈને લાંબી લાઈનો લાગી હતી ત્યારબાદ સાંજના સમયે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો આ જંગમાં ભરતભાઇ સુવાને 584 મત મળતા તેમનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગમા 395 મત મળતા અશોકભાઈ જોષીએ જીતનો સ્વાદ ચાખ્યો હતો. વધુમાં મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા વચ્ચે ત્રી પંખીયા ચૂંટણી જંગમાં 508 મત સાથે મનોજભાઈ ઝવેરીએ ઝળહળતી જીત મેળવી હતી. તેમજ લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં હતા જેમાં 542 મત મળતા જાડેજા જયદેવસિંહનો વિજય થયો હતો. તથા સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા વચ્ચેના જંગમાં વનરાજસિંહ ચુડાસમાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે. આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્ય તરીકે ગછર દિપક, પરેશ ગણાત્રા, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, ચાંદની પોપટ, મૃગેન ઠાકર અને કે.કે.વિસરીયા ચુંટાયેલા જાહેર કરાયા હતા.

संबंधित पोस्ट

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

રાષ્ટ્રપતિ પદના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યું વધુ એક પક્ષનું સમર્થન

Karnavati 24 News

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

 ખેડા જિલ્લામાં માસ્ક નહીં પહેરવા તથા થુકવાના ૭૪ જેટલા કેસો નોંધાયા રૂા.૭૪,૦૦૦ નો દંડ. વસુલાયો

Karnavati 24 News

પંજાબમાં 15-20 મિનિટ સુધી ખેડૂતોએ રોક્યો પીએમ મોદીનો કાફલો, ફિરોઝપુર રેલી રદ

Karnavati 24 News

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News