Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 કમલમમાં પેપર લીકનો વિરોધ કરવા પહોચેલા આપના નેતાઓને પોલીસે માર્યા, ગોપાલ ઇટાલિયા થયા ઘાયલ

12 ડિસેમ્બરે રાજ્યમાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે આમ આદમી પાર્ટી ભાજપના કાર્યાલય કમલમમાં વિરોધ કરવા પહોચી હતી. જ્યા પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા ઇસુદાન ગઢવી સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પર પોલીસે બળપ્રયોગ કરતા તે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે બાકીના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસે લઇ જવામાં આવ્યા હતા.

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તા મીહિર પટેલે કહ્યુ કે, આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવાના ગુનામાં ભાજપની કઠપૂતળી પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

પોલીસના લાઠીચાર્જમાં કેટલાક કાર્યકરોનાં માથામાં ઈજાઓ પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા કોબા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ સહિતના નેતા જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ કમલમ પહોચીને પેપર કાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

संबंधित पोस्ट

જામનગર માં જેવા સાથે તેવા જેવી ઘટના થી ચકચાર …

Admin

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

Karnavati 24 News

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું: પાક. જાસૂસ ઝડપાયો

પોલીસે માલણકા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં છેડતીથી પરેશાન વિદ્યાર્થિનીઓએ પોતાને ઘરમાં કેદ કરી લીધા

Karnavati 24 News