Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે લગ્નગાળામાં અમરેલી એસ.ટી.તંત્રને દૈનિક આવકમાં વધારો

અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. છતાં આ કાતિલ ઠંડીની અસર એસટીનાં ટ્રાફિક ઉપર જરા પણ પડી નથી. અમરેલી એસ.ટી. વિભાગનાં ટ્રાફિકમાં ઘણો વધારો થયો છે. ટ્રાફિક વધવા પાછળ પૂર બહારમાં ખીલેલો લગ્નગાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોજ ૩૪ લાખની આવક થઈ રહી છે જે રૂટિન કરતા ૬ થી ૮ લાખ વધુ છે.

અમરેલી એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ લગ્નગાળાનાં કારણે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી તમામ રૂટની બસ ફૂલ દોડી રહી છે. કડકડતી ઠંડી છતાં છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી એસ.ટી. વિભાગની દૈનિક આવક રૂ.૩૩ લાખની આસપાસ થઈ રહી છે. આ આવક રૂટિન કરતાં રૂ.૮ લાખ વધુ છે. હાલમાં સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં રૂટની બસમાં ચિક્કાર ટ્રાફિક રહે છે. ખાસ કરીને જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ, રાજકોટ, ઉના રૂટની બસમાં સૌથી વધુ ધસારો રહે છે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા રૂટમાં પણ સારો એવો ટ્રાફિક રહે છે. આ સાથે વસંતપંચમીના દિવસે અમરેલી એસ.ટી. વિભાગની આવક રૂ.૩પ લાખથી વધુ થઈ હતી. ઉપરાંત અમરેલી એસ.ટી. વિભાગની બસ પણ લગ્નગાળા માટે બુક થઈ ગઈ છે. જેમાં દરરોજ અંદાજે ૧પ જેટલી બસ બુક કરવામાં આવતી હોવાથી લગ્નગાળા માટે એસ.ટી.બસ મુસાફરો માટે આશીર્વાદ સમાન બની છે.

संबंधित पोस्ट

 શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે માતાજી સન્મુખ રંગબેરંગી નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો

Karnavati 24 News

मशहूर पत्रकार रवीश कुमार ने दिया NDTV से अस्तीफा जाने वजह

Admin

हरियाणा के खिलाड़ियों ने देश को दिलाए 20 मेडल, देश में सबसे अधिक मेडल लाने वाला राज्य बना: संदीप सिंह

Karnavati 24 News

આ રીતે ચોખાના લોટમાંથી બનાવો હેર માસ્ક+ફેસ પેક, આ બધી સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

Karnavati 24 News

दिल्ली MCD हाउस में चले लात-घूंसे, दिल्ली की मेयर शैली ओबेरॉय ने कहा, ‘मैं अपनी जान बचाने के लिए दौड़ी…’

Admin

यूपी के अलीगढ़ में ट्रेन से कटकर एक युवक के शरीर उड़े चिथड़े।

Karnavati 24 News