Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં તા. ૩૦મી જાન્યુઆરી થી તા. ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાન યોજાશે

ગાંધીનગર જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણાઘિન દિને નિમિત્તે આજથી તા. ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુઘી સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોમાં લોકોને રક્તપત્તિ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે, તેવું જિલ્લાના રક્તપિત અધિકારી શ્રી ર્ડા. દિપક પટેલે જણાવ્યું છે.

 જિલ્લાના રક્તપિત અધિકારી શ્રી ર્ડા. દિપક પટેલે જણાવ્યું છે કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તા. ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ નિર્વાણાઘિન થયા હતા. પૂજય મહાત્મા ગાંધીજી રક્તપત્તિ દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ હતા. આવા દર્દીઓની સેવા પણ કરતા હતા. જેથી સમગ્ર રાષ્ટ્રમાં તા. ૩૦મી જાન્યુઆરીના દિવસને રક્તપિત વિરોઘી દિન તરીકે ઉજવવામાં આવે છે.
 ગાંધીનગર જિલ્લામાં આજથી તા. ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુઘી સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગેની જાગૃત્તિ ફેલાવવામાં આવશે. આજરોજ ગાંધીનગર તાલુકાના મોટી આદરજ ગામ ખાતે આ અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ગાંધીનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એ.જે.વૈષ્ણવ, જિલ્લા રક્તપિત્ત અધિકારી ર્ડા. દિપક પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. આર.કે.પટેલ દ્વારા રેલીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલી ગામમાં ફરીને રક્તપિત્ત રોગ અંગેની જાગૃત્તિ આપી હતી. શાળાના વિઘાર્થીઓ અને આરોગ્ય કર્મીઓ દ્વારા ગ્રામજનોને રક્તપિત્ત રોગ કેવી રીતે થાય છે, તેના લક્ષણો અને તેની સારવાર અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ આજે જિલ્લાની શાળાઓમાં પ્રાર્થના સમયે આરોગ્ય કર્મીઓ દ્વારા રક્તપિત્ત વિશેની માહિતી શાળાના બાળકોને આપવામાં આવી હતી.
 જિલ્લા રક્તપિત્ત અધિકારએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં રક્તપિત્તના રોગનું ખૂબ જ ઓછું પ્રમાણ છે. હાલમાં જિલ્લામાં ૧૪ રક્તપિત્તના દર્દીઓની સારવાર ચાલુ છે. રક્તપિત્ત એક સામાન્ય રોગ છે. તે લેપ્રોબેસીલાઇ નામના બેકટેરિયાથી થાય છે. તે સંસર્ગ જન્ય નથી. તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ ખાતે તેની વિના મૂલ્યે સારવાર મળે છે. રક્તપિત્તનું વહેલું નિદાન અને ત્વરિત સંપૂર્ણ સારવાર કરવામાં આવે તો વિના વિકૃતિ સંપૂર્ણપણે મટી શકે છે. સારવાર ૬ થી ૧૨ માસની હોય છે.

संबंधित पोस्ट

આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ

Admin

અબોલ પશુ પક્ષીઓ અને ગરીબો માટે 14 વર્ષનો સેવાયજ્ઞ

Admin

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે ભૂપેન્દ્ર પટેલ અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે

Admin

૬ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ પાર્ક નું ઈ.ખાતમુહૂર્ત કરવામા આવ્યુ

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin