Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદમાં ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદમાં ૧ ફાયનલ ટી.પી-૧ ડ્રાફટ અને ર પ્રિલીમીનરી ટી.પી ને મંજૂરી આપવામાં આવી છે. ડ્રાફ્ટ ટી.પી મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થવા સાથે આંતરમાળખાકીય સવલતો મળતાં નાગરિક સુવિધામાં વધારો થશે. જેમાં અમદાવાદમાં ૩,૭૮૩ જેટલા EWS આવાસો બનશે. 

–  કોતરપૂરમાં ૭૮૩ જેટલા EWS આવાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની જે બે પ્રિલીમીનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી ૬૯-કોતરપૂર અને ટી.પી ૩પ જગતપૂરનો સમાવેશ થાય છે. આ બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મળીને કુલ ર૭.૦૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. પ્રિલીમીનરી ટી.પી. ૬૯ કોતરપૂરમાં ૭૮૩ જેટલા EWS આવાસો માટે ૦.૮૭ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.૮૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧.૭૩ હેક્ટર્સ અને વેચાણ હેતુસર ૪.૪૩ હેક્ટર્સ જમીન મળશે.

– ગતપૂરમાં ૩.૩પ હેક્ટર્સ જમીન ૩૦૦૦ EWS આવાસો
આ ઉપરાંત પ્રિલીમીનરી ટી.પી-૩પ જગતપૂરમાં ૩.૩પ હેક્ટર્સ જમીન ૩૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે, ૩.૮૧ હેક્ટર્સ જમીન બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે ર.પ૯ હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે ૮.૩પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લામાં કોગ્રેસના પાચેય વિધાનસભા બેઠક માટે સંભવિત ઉમેદવારોના નામ લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

Admin

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

૨૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે ૧૪ વર્ષના ગાળામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા પડ્યા : ધાનાણી

Karnavati 24 News

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News