Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સોખડા વિવાદ મામલે હાઈકોર્ટે આપ્યો પ્રબોધ સ્વામી ગ્રુપને મોટો ઝટકો, જાણો શું કહ્યું કોર્ટે

સોખડા હરીધામ મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ અંગેની સુનાવણી કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં પ્રબોધ સ્વામી જૂથના સાધુ અને સાધ્વીઓને નિર્ણયનગર અમદાવાદ ખાતે તેમજ બાકરોલ પાસે કાયમી વસવાટની મંજૂરી આપવામાં નથી આવી. જેથી પ્રબોધ સ્વામી જૂથ માટે આ ઝટકો છે.

આ કેસની વધુ વિગત તપાસીએ તો સંતોને ગોંધી રાખવા મામલે વિવાદ ચાલી રહ્યો હતો. ગેરકાયદેસર ગોંધી રાખવા મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વચગાળાનો હુકમ આપી સમાધાન કરવા કહ્યું હતું. અગાઉ બેઠક થઈ હતી પરંતુ સમાધાનને લઈને કોઈ નિષ્કર્ષ નિકળ્યો નહોતો અને બેઠક તેમની નિષ્ફળ ગઈ ગતી. છેવટે આ બેઠક અંગેનો રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને તેના આધારે હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી કરવામાં આવી હતી.
સંતો અને સાધ્વીઓને કાયમી વસવાટની મંજૂરી ના મળતા પ્રબોધ સ્વામી જૂથને ઝટકો આપ્યો છે. જો કે, વિગતો અનુસાર કાયમી વસવાટને લઈને પણ અરજીમાં ઉલ્લેખ કરાયો નહોતો. આ ઉપરાંત જે હાલમાં તબક્કે જે હેબિયર્સ કોપર્સ પર સુનાવણી ચાલુ રાખવા માટે કોર્ટે ઈનકાર કર્યો છે. સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્ક માટે આ ફોરમ પણ યોગ્ય નથી. હાલના તબક્કે કોઈ પણ માંગણી સ્વિકારમાં નથી આવી. અગાઉ સમાધાનના હેતુસર સોખડા વિવાદ મુદ્દે કોર્ટના મીડિએસન રૂમમાં બેઠક પણ થઈ હતી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી પરંતુ વાત સમાધાન સુધી પહોંચી નહોતી.

સોખડા હરિધામ મંદિરમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બન્ને જૂથ વચ્ચેના ગાદી અને સત્તાના વિવાદને લઈને મામલો ગરમાયો હતો અને સંતોને ત્યાં ગોંધી રાખવાનો પણ આરોપ લાગ્યો હતો ત્યારે સુનાવણીનામાં સૌ પહેલા કોર્ટે વચગાળા નો નિર્ણય લીધો હતો. ગાદી વિવાદ ખૂબ ચગ્યો હતો. જેમાં અગાઉ એક સંતનું પણ ગળે ફાંસો ખાતા મૃત્યુ થયું હોવાનો વિવાદ અગાઉ ચાલ્યો હતો. આ રીતે સોખડા હરીધામ આશ્રમ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે વિવાદ જોવા મળ્યો હતો.

संबंधित पोस्ट

राधा-कृष्ण की अश्लील तस्वीरें बेचने पर हिंदू संगठन ने अमेजन के खिलाफ दर्ज कराई शिकायत

Karnavati 24 News

केंद्रीय राजयमंत्री कौशल किशोर के भतीजे ने घर में फांसी लगा कर दी जान

Admin

TTDC भर्ती (तमिलनाडु पर्यटन विकास निगम योजना) ने एजीएम / प्रबंधक पदों के लिए आवेदन करें, जानिए जानकारी सम्पूर्ण एक बार में।

Karnavati 24 News

ભરૂચ કોંગ્રેસ ના નારાજ પૂર્વ હોદ્દેદારો વિધિવત રીતે ભાજપ માં જોડાશે

पिज्जा डिलीवरी बॉय को गोली मारकर किया गया जानलेवा हमला

Karnavati 24 News

ઉતરાયણ ની ઘટનાઓ ના એલ. જી. હોસ્પિટલ ના કેસો

Karnavati 24 News