ગુજરાતના ગીર-સોમનાથના વેરાવળ બંદર વિસ્તારમાં સમારકામ માટે પાર્ક કરેલી ફિશિંગ બોટમાં બુધવારે મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે ફિશિંગ બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અન્ય છ ફિશિંગ બોટને સમયસર બચાવી લેવામાં આવી હતી.
,
આગની ઘટના અંગે માહિતી આપતાં વેરાવળ ફાયર સ્ટેશન ઓફિસર રવિરાજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, વેરાવળ પોર્ટમાં રાત્રે લગભગ 2.15 વાગ્યે મોટી આગ લાગી હોવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર મોકલવામાં આવી હતી. આગ એટલી ગંભીર હતી કે આ વિસ્તારમાં એલર્ટ જારી કરવું પડ્યું હતું. બોટમાં ઈંધણ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેને કાબૂમાં લેવામાં લગભગ 6 કલાકનો સમય લાગ્યો હતો.
2 ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ વેરાવળ બંદરના ભીડીયા વિસ્તારમાં ઓક્શન હોલ પાસે પાર્ક કરેલી 8 ફિશિંગ બોટમાંથી 2 ફિશિંગ બોટમાં આગ વધુ ગંભીર બની હતી. જેના કારણે અન્ય બોટ પણ બળી જવાનો ભય વધી રહ્યો હતો. પરંતુ ફાયરની ટીમે અન્ય બોટને બચાવી લીધી હતી.