Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

KKR vs RR: કોલકાતા-રાજસ્થાન મેચની હેડ-ટુ-હેડ, પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ, લાઇવ સ્ટ્રીમિંગ અને મેચની હાર-જીત, જાણો તમામ વિગતો

IPL 2023 ની 56મી લીગ મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમો વચ્ચે આ સિઝનની આ પ્રથમ મુલાકાત હશે. હાલ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન પાંચમા નંબરે છે અને KKRની ટીમ છઠ્ઠા નંબર પર છે. બંને ટીમોએ અત્યાર સુધી 11-11 મેચમાં 5 જીત મેળવી છે.

હેડ-ટુ-હેડ

IPLમાં બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 26 વખત આમને-સામને આવી ચુકી છે. આ મેચોમાં કોલકાતા 14 વખત અને રાજસ્થાન 12 વખત જીત્યું છે. એટલે કે, કેકેઆરનો હેડ-ટુ-હેડ ના આંકડામાં આગળ છે. બંને ટીમો ઈડન ગાર્ડન્સમાં 8 મેચ રમી છે, જેમાં KKR 6 અને રાજસ્થાન માત્ર 2 મેચ જીતી શકી છે.

પિચ રિપોર્ટ

આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે. આ મેદાન બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે જાણીતું છે. જો કે મેચની શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળે છે અને જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પિચ સ્પિનરો માટે મદદરૂપ સાબિત થવા લાગે છે. અત્યાર સુધી, IPL 2023ની કુલ 8 ઇનિંગ્સમાંથી, આ મેદાન પર 4 વખત 200 થી વધુ ટોટલ ફટકારવામાં આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 84 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પાછળથી બેટિંગ કરનારી ટીમો 50 વખત વિજયી બની છે.

મેચની હાર-જીત

જો આપણે આ મેચની હાર-જીત વિશે વાત કરીએ તો, KKR ને હેડ ટુ હેડ આંકડાઓમાં મજબબુત છે. કુલ 26 મેચોમાં કોલકાતાએ 14 અને રાજસ્થાને 12 મેચ જીતી છે. બીજી તરફ બંને ટીમોની છેલ્લી બે મેચની વાત કરીએ તો બંનેમાં KKRનો વિજય થયો છે જ્યારે રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં આ મેચમાં KKRની જીતની સંભાવના પ્રબળ દેખાઈ રહી છે.

જીવંત પ્રસારણ

 

મેચના લાઇવ સ્ટ્રીમિંગ વિશે વાત કરીએ તો, મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી પર મેચને Jio સિનેમાની એપ અને વેબસાઈટ પર ફ્રીમાં લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન – રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી.

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન – યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ.

संबंधित पोस्ट

टी20 विश्व कप सेमीफाइनल: आज ऑस्ट्रेलिया के खिलाफ भारत का महासंग्राम, जानिए कैसा रहा है भारत बनाम ऑस्ट्रेलिया महिला टी20 रिकॉर्ड

Admin

IPL 2023: ધોનીની નિવૃત્તિ પર રવિન્દ્ર જાડેજાનું મોટું નિવેદન, કહ્યું ક્યારે અને કેવી રીતે કેપ્ટન કૂલ IPLને કહેશે અલવિદા

Admin

निशानेबाज अभिनव बिंद्रा और नीरज चोपड़ा ने आरिफ खान को सपोर्ट करने को कहा

Karnavati 24 News

क्रिकेटर्स के संग होली के रंग:क्रिकेट प्लेयर्स चाहे महिला हों या पुरुष, देशी हों या विदेशी; होली के रंग किसी को नहीं छोड़ते- तस्वीरें गवाह हैं…

Karnavati 24 News

IND Vs AUS / अहमदाबाद में होने वाले चौथे टेस्ट मैच में फिर बढ़ेगी टीम इंडिया की टेंशन, ऑस्ट्रेलिया चल सकती है इंदौरवाली चाल

Karnavati 24 News

दमण ज़िला क्रिकेट प्रीमीयर लीग में स्पोर्टी 11 ने अपना पहेला लीग मैच 5 विकेट से जीता 

Admin
Translate »