Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Entertainment

Bollywood Stories: એ એક્ટરનો ક્રશ હતી અક્ષય કુમારની પત્ની,  સ્વિમિંગ પૂલથી હોટેલ સુધી પીછો કર્યો હતો…..

Bollywood Stories : એ એક્ટરનો ક્રશ હતી અક્ષય કુમારની પત્ની,  સ્વિમિંગ પૂલથી હોટેલ સુધી પીછો કર્યો હતો…..

Bollywood Stories : બોલિવૂડનો એક્શન સ્ટાર અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે અંગત જીવન માટે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે અક્ષય કુમાર નહીં પરંતુ તેની પત્ની ટ્વિંકલ ખન્ના હાઈલાઈટ્સમાં આવી છે. તાજેતરમાં કોફી વિથ કરણનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બોલિવૂડ અભિનેતા ટ્વિંકલ ખન્નાને પોતાનો ક્રશ કહે છે અને કહે છે કે તે અભિનેત્રીનો ખૂબ પીછો કરતો હતો!

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે કોફી વિથ કરણના એક એપિસોડમાં કહ્યું હતું કે તે એક સમયે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પર ક્રશ હતો. શાહિદ કપૂરે એક કિસ્સો જણાવ્યો કે જ્યારે ટ્વિંકલ ફિલ્મ ઈતિહાસ (1997) માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે તે તેને ખૂબ ફોલો કરતો હતો. શાહિદે જણાવ્યું કે, તેની માતા નીલિમા અઝીમ પણ તે ફિલ્મમાં હતી અને જ્યારે તે પહેલીવાર સેટ પર ગયો ત્યારે તે ટ્વિંકલ ખન્નાને ત્યાં જોઈને દંગ રહી ગયો હતો. શાહિદ કપૂરે જણાવ્યું કે, તેને ટ્વિંકલ ખન્ના સાથે એકતરફી પ્રેમ હતો. . . 

શાહિદ કપૂર ટ્વિંકલ ખન્નાનો પીછો કરતો હતો?
શાહિદ કપૂરકહ્યું હતું કે તેની માતા નીલિમા અઝીમ પણ ટ્વિંકલ ખન્ના સાથે ફિલ્મોનું શૂટિંગ કરી રહી હતી, તેથી તેઓ બધા એક હોટલમાં રોકાયા હતા. શાહિદે કહ્યું, એક દિવસ તેની નજર ટ્વિંકલ પર પડી, તે સ્વિમિંગ પૂલ પાસે હતી. ત્યારબાદ શાહિદ તેના એક મિત્ર સાથે ટ્વિંકલને ફોલો કરવા લાગ્યો, ટ્વિંકલ જ્યાં પણ જતી ત્યાં તે પણ પહોંચી જતો. શાહિદે કહ્યું હતું કે, તે બસ તેમને દૂરથી જોતો રહ્યો પણ ક્યારેય પોતાના મનની વાત કહી નહીં. . . !

संबंधित पोस्ट

પહેલા પતિ દારૂ પીને મારતો હતો, બીજો કરતો હતો દીકરીની છેડતી, આવી હતી શ્વેતા તિવારીની જીંદગી…

Admin

अल्लू अर्जुन के फैन्स को मिलेगा सरप्राइज, इस दिन रिलीज होगा ‘पुष्पा 2’ का टीजर

Karnavati 24 News

गुजराती रंगमंच के कलाकार और फिल्म जगत के अभिनेता समीर खाखर का निधन

Karnavati 24 News

Mandira Bedi Birthday: शांति बन घर घर छायी, बनी पहली महिला स्पोर्ट्स एंकर

Admin

वैलेंटाइन का खास लुक: लाल रंग की टू पीस ड्रेस में उर्फी ने मचाया तहलका

Admin

आर माधवन के बेटे ने मलेशियाई चैंपियनशिप में जीते 5 गोल्ड मेडल, लोगों ने कहा- गर्व है

Admin
Translate »