Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

નોટ કરી લેજો / મે મહિનામાં આટલા દિવસે જ બેંક ખુલશે, ફટાફટ પતાવી લો જરૂરી કામ

Bank Holiday May: જો તમે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામનું આયોજન કર્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આરબીઆઈએ બેંક હોલિડે કેલેન્ડર બહાર પાડ્યું છે. જેમાં મે મહિનામાં 12 રજાઓ દર્શાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને ચારેય રવિવારનો પણ સમાવેશ થાય છે. તેથી, જો તમારું કોઈ કામ રજાઓની યાદી દરમિયાન આવતું હોય, તો મહેરબાની કરીને તેના દિવસને બદલી દેજો. નહિંતર તે અટકી શકે છે. જોકે, બેંકોની કેટલીક રજાઓ પ્રદેશ મુજબની હોય છે. જેનાથી અન્ય ક્ષેત્રોમાં બહુ ફરક પડતો નથી. એટલા માટે અહીં રજાઓ જોઈને જ કોઈ પણ કામનું પ્લાનિંગ કરો. રજાઓની લિસ્ટ જોઈ લેવી. 

પ્રદેશ મુજબ મે મહિનામાં રજાની લિસ્ટ

1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના કારણે માત્ર તે રાજ્યની બેંકો બંધ રહી હતી. પરંતુ 5 મેના રોજ બુદ્ધ પૂર્ણિમાના કારણે ઘણા રાજ્યોમાં બેંક રજા રહેશે. મહારાષ્ટ્ર, મુંબઈ, મિઝોરમ, પંજાબ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, લદ્દાખ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળની જેમ બેંકોમાં રજા રહેવાની છે. ગુરુ રવીન્દ્ર નાથ ટાગોર જયંતિ 9 મેના રોજ ઉજવવામાં આવે છે. આ કારણે પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે. જો આપણે 16 મેની વાત કરીએ તો તે સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ છે. એટલા માટે માત્ર સિક્કિમમાં જ બેંક હોલિડે રહેશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં 22 મે 2023 ના રોજ મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે. ત્રિપુરામાં 24 મેના રોજ કાઝી નઝરુલ ઈસ્લામ જયંતિના કારણે બેંકો બંધ રહેશે.

ઓનલાઈન થઈ જાય છે કામ

જો કે, ડિજિટલ યુગમાં બેંક રજાઓ હવે કોઈ વાંધો નથી આવતો. પરંતુ તેમ છતાં પણ ઘણા એવા કામો હોય છે જે બેંકમાં ગયા વિના પૂર્ણ થઈ શકતા નથી. જેમ કે પાસબુક લેવી, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો, જમીન ખરીદવા મોટી રોકડ ઉપાડવી વગેરે કામો છે. જે ઓનલાઈન થઈ શકતું નથી. એટલા માટે તમારા રાજ્યમાં બેંકની રજાઓની યાદી જોયા પછી જ કોઈપણ કામનું આયોજન કરવું સારું રહેશે.

संबंधित पोस्ट

महंगाई से थोड़ी राहत: 135 रुपये सस्ता हुआ कमर्शियल गैस सिलेंडर, दिल्ली में कीमत 2219 रुपये हुई

Karnavati 24 News

रक्षा क्षेत्र में आयात में कटौती करने के लिए प्रतिबद्ध : सीतारमण

Karnavati 24 News

महंगाई की मार: सीएनजी एक बार फिर 2 रुपये प्रति किलो चढ़ा, 6 दिन में दूसरी बार

Karnavati 24 News

કામનું / આધાર કાર્ડની તસવીર તમને નથી પસંદ? તરત કરો આ કામ, બદલાઈ જશે તસવીર

Admin

सोशल मीडिया स्टॉक्स ने विज्ञापन खर्च करने पर बाजार मूल्य में $42 बिलियन का नुकसान तय किया

Karnavati 24 News

Apple में एक अमेरिकी स्टोर के कर्मचारियों ने संघ बनाने के लिए मतदान किया।

Karnavati 24 News