Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
PR Category

ભરોસાપાત્ર શૉફર સંચાલિત કેબ સેવા સાથે ભારતના કોઈપણ ભાગમાં મુસાફરી કરો, Assure Cab આપે છે સલામત અને સુરક્ષિત સેવા

આજકાલ આપણે કશે પણ જવું હોય તો સલામત અને સુરક્ષિત સર્વિસ શોધીએ છીએ, એરપોર્ટ જવું છે, ટાઈમ પર પહોંચવું છે, તો અપને કેબ બુક કરીએ છીએ, પણ ઘણીવાર એવું થાય છે છેલ્લી ઘડીએ કોઈ સમસ્યાના કારણે કેબ કેન્સલ થઇ જાય છે કે કેબ મોડી આવે છે, અને આપણે આપણી ફલાઇટ, બસ, ટ્રેન માટે માટે લેટ થઈ જઈએ છીએ અને આપણો આખો પ્લાન કેન્સલ થઈ જાય છે. પણ હવે એવું નહીં થાય, કારણ કે Assure Cabs દાવો કરે છે કે “જો તમે ફ્લાઇટ ચૂકી જાઓ છો તો તમે ટેક્સીનું ભાડું ન ચૂકવશો કારણ કે કંપની માને છે કે સમયસર સર્વિસ અને વિશ્વસનીયતા એ તેમની યુએસપી છે.”

 

Assure Cab એ ભારતમાં એક અગ્રણી ટ્રાવેલ પોર્ટલ છે. Assure Cabની સાથે કાર ભાડે કરવું ખૂબ જ સરળ, ઝડપી અને સસ્તું બની ગયું છે. ઓનલાઈન કાર રેન્ટલ બુકિંગ એ આજકાલ એક સગવડ છે અને એના માટે Assure Cab એક વિશ્વાસુ ભાગીદાર બનીને સામે આવ્યું છે. સમગ્ર ભારતમાં તમામ મોટા શહેરો અને અન્ય સ્થળો માટે Assure Cab મળી જાય છે. અહીંથી ટેક્સીનું બુકિંગ ખૂબ જ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે. તેમની પાસે તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે. જેથી તમે જે હેતુસર કાર બુક કરવી હોય, તમને એવી કાર મળી જાય છે. Assure Cab શ્રેષ્ઠ માસિક કાર રેન્ટલ ડીલ પણ ઓફર કરે છે એ પણ બજેટ ફ્રેન્ડલી.

 

Assure Cabs દરેક ગ્રાહક સુધી પહોંચવા માટે ખૂબ જ ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારોમાં વિસ્તરણ કરી રહ્યું છે. Assure Cabsમાં ગ્રાહકોની મુસાફરીનો અનુભવ હંમેશા સલામત અને ખાનગી તેમજ ખર્ચ-અસરકારક રહે છે. 29000+ થી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર એ કંપનીની સફળતાની ચાવી છે. અમદાવાદ સ્થિત કંપની પાસે પ્રોફેશનલ આઉટસ્ટેશન એક્સપર્ટ ટીમ છે, જેનાથી કંપની ટિયર 2 ટિયર 3 કનેક્ટિવિટી બનાવે છે, જે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી સુવિધાઓ પૂરી પાડે છે. કંપની એક તરફી મુસાફરી પર 45 ટકા ખર્ચની બચત પૂરી પાડે છે. જયારે પારંપારિક ઓપરેટર બંને તરફનું ભાડું વસુલતા હોય છે, ત્યારે Assure Cabs માં ગ્રાહકે જો એક તરફી મુસાફરી કરી હોય તો એક જ તરફનું ભાડું ચૂકવવાનું હોય છે. કેમ કે કંપની કહે છે જયારે મુસાફરી એક બાજુની હોય તો ભાડું પણ એટલું જ ચૂકવો.

 

કંપનીની શરૂઆત ભાવનગર જીલ્લાના નાના શહેર પાલીતાણામાં જન્મેલા હિરેન સોઢાએ કરી. પોતાનો આ કંપની શરૂ કરવા પાછળનો તેમનો વિચારતા જણાવતા તેઓ કહે છે કે 2015માં જયારે હું પોતાના પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક વેન્ડર પાસેથી કાર ભાડે કરીને મુસાફરી શરુ કરી. જો કે કારમાં કોઈ ખરાબી આવી અને અમે 6 કલાક સુધી અટવાઈ ગયા. સ્થાનિક વેન્ડર આનો કોઈ પર્યાય શોધી શક્યો નહીં અને મારી અને મારા પરિવારની ફલાઇટ મિસ થઈ ગઈ. એ પછી આખી મુસાફરીનો પ્લાન ખરાબ થઈ ગયો. અને ત્યાંથી મને વિચાર આવ્યો કે હું એવી સર્વિસ શરૂ કરું કે જેમાં લોકોને સુવિધાઓ મળે અને તેમને આવા કોઈ અગમ્ય કારણોસર પોતાના પ્લાન કેન્સલ ન કરવા પડે. તે દિવસે વિશ્વાસપાત્ર ઇન્ટરસિટી એરપોર્ટ ટ્રાવેલ સોલ્યુશન માટે મને આઈડિયા સ્ટ્રાઈક થયો અને મેં Assure Cab શરૂ કરી.

 

કંપની પોતાની સર્વિસ શહેર, જિલ્લા, મેટ્રોથી લઈને નાના ગામડાઓમાં પણ પોતાની સુવિધા આપે છે. Assure Cab વન વે, એરપોર્ટ, આઉટસ્ટેશન, મલ્ટીસિટી, કલાક પ્રમાણે પણ કાર ભાડે આપે છે. 8 વર્ષનો અનુભવ ધરાવતી Assure Cab ની ગાડીઓમાં GPS હોય છે, તે ડોર ટુ ડોર સર્વિસ પણ આપે છે. સાથે જ આની ખાસિયત છે કે તે 24*7 ગ્રાહક સપોર્ટ પ્રોવાઈડ કરે છે અને વિશાળ નેટવર્કને કારણે બ્રેકડાઉનમાં સહાય પણ કરે છે. Assure Cab એ અત્યાર સુધીમાં 900 શહેરો કવર કર્યા છે. સાથે જ 5000થી વધારે તાલુકા અને ગામડાઓમાં પણ તેની કનેક્ટિવિટી છે અને અત્યાર સુધીમાં 12000થી વધારે વનવે ટ્રીપ કરી છે. અને તેમના સંતુષ્ટ ગ્રાહકોની સંખ્યા 4.9 લાખ જેટલી છે. જણાવી દઈએ કે તેને ગૂગલ પર 4.5 રેટ મળ્યા છે.

 

Assure Cab કહે છે, “અમારા પર વિશ્વાસ કરો કારણ કે અમે ખાતરી આપીએ છીએ.” ગુજરાતની આ રેન્ટલ કેબ કંપની જલ્દી જ ભારતના બીજા શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરવા જઈ રહી છે.

 

વધુ જાણકારી માટે વિઝિટ કરો: WWW.ASSURECAB.COM

 

संबंधित पोस्ट

IMFના MDએ ભારતીય અર્થવ્યવસ્થા પર કરી મોટી વાત.. કહ્યું- વૈશ્વિક વૃદ્ધિમાં દેશ 15% આપશે યોગદાન

Smriti Irani on ‘Aap Ki Adalat’: Indian taxpayers should not pay for Congress’ mistakes

Karnavati 24 News

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Admin

Rose Merc Ltd and Nutraas Supplements Pvt Ltd collaborate to offer dope-free certified products in India on its E Commerce platform.

Karnavati 24 News

IMFના MDએ ભારતીય અર્થવ્યવસ્થા પર કરી મોટી વાત.. કહ્યું- વૈશ્વિક વૃદ્ધિમાં દેશ 15% આપશે યોગદાન

ભારતીય મૂળના નીલ મોહન બન્યા YouTubeના નવા CEO, સુસાન વોજસિકીએ આપ્યું રાજીનામું