Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Emegency/Disaster

તુર્કીમાં ફરી ધરતી ધ્રૂજી, પાંચમી વખત આવ્યો ભૂકંપ, વ્યક્ત કરાઈ રહી છે વધુ ભયાનક આંચકાની આશંકા

તુર્કીમાં પાંચમી વખત ભૂકંપના આવ્યો છે. ભૂકંપના આ આંચકા આજે બીજી વખત અને સોમવાર પછી પાંચમી વખત અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સોમવારે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારથી આ સમાચાર લખાય છે ત્યાં સુધી તુર્કીમાં કુલ 5 ભૂકંપ આવી ચૂક્યા છે. ભૂકંપના કારણે અહીં મૃત્યુઆંક 5000 પર પહોંચી ગયો છે.

સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે ઘણો વિનાશ થયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 5000 થી વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ સિવાય હજારો લોકો લાપતા છે અને હજારો ઘાયલ પણ છે. અહીં દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સોમવારથી તુર્કીમાં 5 વખત ભૂકંપ આવ્યા છે. 24 કલાકમાં આવેલા ભૂકંપની તીવ્રતા અનુક્રમે 7.8, 7.6, 6.0, 5.6 અને 5.4 નોંધવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો એક દાવો પણ સામે આવ્યો છે. WHOએ કહ્યું છે કે ભૂકંપના કારણે મૃત્યુઆંક 8 ગણો વધી શકે છે.

વધુ ભયાનક આંચકાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે 

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપના આંચકાથી દરેક વ્યક્તિ પરેશાન છે. ભૂકંપના કારણે તબાહીનું દ્રશ્ય ખૂબ જ ડરામણું છે. હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે. પીડિતોની મદદ અને બચાવ માટે દુનિયાનો દરેક દેશ આગળ આવી રહ્યો છે. કેટલાક બચાવ ટુકડીઓ મોકલી રહ્યા છે તો કેટલાક દવાઓ અને ખાદ્યપદાર્થો મોકલી રહ્યા છે. ત્યારે આ વિનાશક દ્રશ્યની વચ્ચે, વૈજ્ઞાનિકો હજુ પણ વધુ વિનાશક આંચકાની અપેક્ષા રાખી રહ્યા છે.

શા માટે વૈજ્ઞાનિકો લગાવી રહ્યા છે આવું અનુમાન?

ભૂ-વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે પણ આ તીવ્રતાનો અને વિનાશક ધરતીકંપ વિશ્વમાં ક્યાંય પણ આવે છે, તેના પછી પણ સમાન નુકસાનકારક આફ્ટરશોક્સ આવતા રહે છે. જ્યાં આજે ભૂકંપના કારણે તબાહી છે, ત્યાં 13 ઓગસ્ટ 1822ના રોજ પણ આવા જ વિનાશકારી આંચકા આવ્યા હતા. તે દરમિયાન તેની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી, જ્યારે સોમવારે આવેલા આંચકાની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. તે સમયે પણ ભારે તારાજી સર્જાઈ હતી. આમાં પણ હજારો લોકો માર્યા ગયા અને આ ઘટના પછી એક વર્ષ સુધી વિનાશક આફ્ટરશોક્સ આવતા રહ્યા.

આવો ભયંકર ભૂકંપ કેમ આવ્યો?

પૃથ્વીનો આંતરિક ભાગ અલગ-અલગ પ્લેટ્સથી બનેલો છે, જે એકબીજા સાથે ચોંટી જાય છે. ઘણીવાર આ પ્લેટો ખસે છે અને નજીકની પ્લેટો સાથે ઘર્ષણ થાય છે. ક્યારેક તણાવ એટલો વધી જાય છે કે એક પ્લેટ બીજી પર ચઢી જાય છે, જેના કારણે સપાટી પર પણ હલનચલન થાય છે. આ કિસ્સામાં અરેબિયન પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે અને તેનું એનાટોલિયન પ્લેટની સાથે ઘર્ષણ થઈ રહ્યું છે અને આવો વિનાશક ધરતીકંપ આવ્યો અને તેનું પરિણામ આપણા બધાની સામે છે.

संबंधित पोस्ट

सिलवासा में आपदा प्रबंधन प्राधिकरण (DNHDDMA) द्वारा प्रमाणन समारोह आयोजित किया गया

Admin

“તે હવે સમય સામેની રેસ છે”: તુર્કી-સીરિયાના ભૂકંપમાં ટોચના 9,500 મૃત્યુ..

Admin

भारत में रिकॉर्ड 1,134 नए कोविड मामले, सक्रिय मामलों की संख्या 7,000 के पार, जाने दिल्ली का क्या है हाल

Karnavati 24 News

ભૂકંપને કારણે ત્રણ મીટર ખસ્યું તુર્કી, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા

Admin

उत्तर प्रदेश में मिला ब्लैक-वाइट फंगस का पहला मरीज, स्वास्थ्य विभाग ने करी पुष्टि

Admin

કોરોના પછી ચીનમાં વ્હાઇટ લંગ્સનો કહેર, ડેલ્ટા વેરિઅન્ટની આહટથી હાહાકાર

Admin