Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પોલીસ ગૌર નિંદ્રામાં ને તસ્કરો ને ધી કેળા? મોબાઇલ ની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી

તાલુકામા તસ્કરોનો ખરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાંતિજ ના મજરા ચોકડી ત્રણ રસ્તા ઉપર આવેલ આર.એસ. મોબાઇલ ની દુકાનને તસ્કરોએ રાત્રીના સમયે નિશાન બનાવી હતી જેમા તસ્કરોએ દુકાનની ઉપર ના ભાગે આવેલ છત નુ પતરુ ખોલી તસ્કરો દુકાન મા પ્રવેશ કર્યો હતો અને દુકાન મા રહેલ સરસામાન વેરવિખેર કર્યો હતો તો દુકાન મા વેચાણ અર્થે રહેલ મોબાઇલ તથા દુકાન મા રીપેરીંગ માટે આવેલ મોબાઇલ સહિત કુલ-૧૦ મોબાઇલ જેની અંદાજે-૮૦,૦૦૦ ની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા તો ચોરી કરવા આવેલ તસ્કરો આજુબાજુ મા લાગેલ સીસીટીવી કેમેરા માં કેદ થયા હતા ત્યારે હાલતો દુકાન માલિક ને ૮૦,૦૦૦ ના મોબાઇલ ની ચોરી થતા દુકાન માલિક રાઠોડ ભાવેશ કુમાર શનાજી દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં વાહન ચોરી , ધરફોડ ચોરી , તથા ઈકોકાર ના સાયલેન્સર ની ચોરી જેવી ધટનાઓ બનતી રહે છે છતાંય પ્રાંતિજ પોલીસ હાલતો જાણે કુંભકર્ણ નિદ્રામાં હોય તેવુ જણાઈ આવે છે ત્યારે પ્રાંતિજ સહિત તાલુકાના લોકો મા હાલતો ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રાંતિજ પોલીસ ની કામગીરી ઉપર શંકા કુશંકાઓ સેવાઇ રહીછે ત્યારે પ્રાંતિજ પોલીસ ના ભરોસે માલમિલકત મુકીને સુત્તા લોકોની ઉધ હરામ થઈ ગઈ છે અને રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ સધન કરવામા આવે તેવી માગ ઉઠવા પામી છે તો પ્રાંતિજ પોલીસ છેલ્લા છ મહિના થી થઈ રહેલ ચોરી નો એક પણ ભેદ ઉકેલ્યો નથી ત્યારે પ્રાંતિજ તથા તાલુકાના લોકોને પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવુ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે

संबंधित पोस्ट

एक छोटी सी लव स्टोरी : 23 साल की टीचर,16 साल का स्टूडेंट, हुए फरार

Admin

औरैया : घर में फेंके गए बम, दो युवतिया घायल, हालत गंभीर

Karnavati 24 News

અતીક અહેમદ હત્યાકાંડના પડઘા પાકિસ્તાન સુધી પડ્યા, જાણો શું કહે છે કંગાળ દેશના નેતાઓ?

Admin

झारखंड: पलामू में दो समुदायों के बीच हुई पत्थरबाजी मे कई घायल, धारा 144 लागू , इंटरनेट सेवा भी बंद

Admin

પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

Karnavati 24 News

રાજસ્થાન: બીજેપી નેતાના પુત્રની હત્યા, ગળું દબાવી, ગોળી મારી અને જંગલમાં સળગાવી દીધી લાશ

Admin
Translate »