Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
दुर्घटना

ભવનાથમાં રસ્તાના ખોદકામ ચાલુ : રાત્રે રહેતી ભરેલું ટ્રેક્ટર ફસાયો

જુનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભગટને લઈને રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ તેમાં બરોબર માટીનું પાકું પુરાણ કરવામાં ન આવતા અનેક સ્થળે વાહનો ફસાયા ની ઘટના સામે આવી રહી છે ગઈકાલે જોષીપરા એક બાઈક અને મધુરમ વિસ્તારમાં એક ટ્રક ફસાયા બાદ ગત રાત્રે ભવનાથમાં એક ટ્રેક્ટર ખૂંચી ગયું હતું. ભવનાથમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામને લઈને દામોદર કુંડ બાજુના આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે જેને લઈને છેલ્લા સાતેક દિવસથી અહીંનો રસ્તો વન વે બન્યો છે પરિણામે ટ્રાફિક જામની સમસ્યા દિવસ પર રહે છે અને રસ્તા ના ખોદકામ બાદ પણ માટીના ઢગલા જ્યાં ત્યાં પડ્યા પાથરિયા રહેલા નજરે ચડે છે ગત રાતે અહીંના સ્મશાન બાજુના રસ્તા પર ખોદાયેલા એક માર્ગ પર માટી ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. જમીનની અંદર ટ્રેક્ટરનું એક વિલ ખૂપી જતા ભારે હાલાકી સર્જાઈ હતી તો ગઈ કાલે જોશીપરામાં એક ખાડામાં એક બાઈક ખાબક્યું હતું તેને સ્થાનિક લોકોએ પાઇપ વડે બહાર કાઢ્યું હતું તો રાતે મધુરમ ચોકડી પાસે એક ટ્રક ફસાઈ જતા કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો આમ શહેરના અનેક વિસ્તારોમાં વાહનો ખોપી જવાની ઘટનાઓ સામે આવી છે

संबंधित पोस्ट

जालंधर के चौगिटी फ्लाईओवर पर चलती कार पर टिप्पर पलट गया। हालांकि इस घटना में कोई जनहानि नहीं हुई, लेकिन कार पीछे से पूरी तरह से क्षतिग्रस्त हो गई।

Admin

સીરિયા, તુર્કીમાં 500 થી વધુ લોકો માર્યા ગયેલા શક્તિશાળી ભુકંપ..

Admin

सिलवासा में आपदा प्रबंधन प्राधिकरण (DNHDDMA) द्वारा प्रमाणन समारोह आयोजित किया गया

Admin
Translate »