Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

ટેનિસ સ્ટાર રોજર ફેડરરે લીધો સંન્યાસ, 20 ગ્રાન્ડ સ્લેમ સાથે શાનદાર કરિયરનો અંત

ટેનિસ સ્ટાર અને મહાન ખેલાડી રોજર ફેડરરે સંન્યાસની જાહેરાત કરી છે. ફેડરરે ટ્વીટ કરીને જાણકારી આપી કે આવતા અઠવાડિયે રમાનાર લેવર કપ તેની કરિયરની અંતિમ એટીપી ટૂર્નામેન્ટ હશે અને તે પછી તે ક્યારેય પણ ગ્રાન્ડ સ્લેમ અથવા ટૂર ઇવેન્ટમાં ભાગ નહી લે.

ઓપન એરાના મહાન મેન્સ ખેલાડી ગણતા સ્વિત્ઝરલેન્ડના સુપરસ્ટારે બે દાયકા લાંબી પ્રોફેશનલ કરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ખિતાબ જીત્યા છે. તે અહી સુધી પહોચનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો, તેને જ સૌથી પહેલા પીટ સૈમ્પ્રાસના 14 ગ્રાન્ડ સ્લેમ ખિતાબના વર્લ્ડ રેકોર્ડને તોડીને ઇતિહાસ રચ્યો હતો.

ફેડરર મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવા મામલે સંયુક્ત રીતે બીજા નંબર પર છે. રાફેલ નડાલે સૌથી વધુ 22 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે.

ફેડરરે પોતાની આ યાત્રામાં પોતાના ફેન્સ અને વિરોધી ખેલાડીઓનો આભાર માન્યો છે. ફેડરરે કહ્યુ કે 41 વર્ષની ઉંમરમાં તેને લાગે છે કે તેને છોડવાનો સમય આવી ગયો છે. ફેડરરે કહ્યુ, હું 41 વર્ષનો છું, મે 24 વર્ષમાં 1500થી વધારે મેચ રમી છે. ટેનિસે મારી સાથે પહેલા કરતા વધુ ઉદારતાથી વ્યવહાર કર્યો છે અને હવે મારે તેની ઓળખ કરવી જોઇએ કે આ મારી પ્રતિસ્પર્ધી કરિયરનો અંત ક્યારે છે.

ફેડરરે આગળ પોતાની પત્ની મિર્કાનો આભાર માન્યો જે દરેક મિનિટે તેની સાથે ઉભી રહી. ફેડરરે લખ્યુ, તેને ફાઇનલ પહેલા મને ઘણો પ્રોત્સાહિત કર્યો હતો, તે સમયે પુરા 8 મહિનાની પ્રેગનન્ટ હોવા પર પણ તેને ઘણી મેચ જોઇ હતી અને તે 20 વર્ષથી વધુ સમય સુધી મારી સાથે રહી છે. 

રોજર ફેડરરના સંન્યાસની જાહેરાત બાદ ટેનિસના એક યુગનો અંત આવ્યો છે. ટેનિસ સ્ટાર તરીકે રોજર ફેડરરના આખી દુનિયામાં અનેક ચાહકો છે. સૌથી વધુ પ્રેમ તેને મળ્યો છે.

संबंधित पोस्ट

બર્થડે સ્પેશિયલઃ નમ્રતા શિરોડકર આ રીતે મળી મહેશ બાબુને, જાણો સાઉથ સુપરસ્ટારની લવ સ્ટોરી વિશે

Karnavati 24 News

Mirzapur: વેબ સિરીઝમાં પલ્લુ માથા પરથી ઉતર્યો ન હતો, હવે બેકલેસ થઈને સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે

Karnavati 24 News

‘સિટાડેલ’ના સેટ પર પ્રિયંકા ચોપરા ઘાયલ, અભિનેત્રીના હોઠ અને નાકમાંથી લોહી નીકળ્યું

Karnavati 24 News

દીપવીરઃ શું લગ્નના 4 વર્ષ બાદ દીપિકા-રણવીરના સંબંધોમાં તિરાડ પડી? અભિનેતાના નિવેદને સમગ્ર સત્ય કહ્યું

તેજસઃ કંગના રનૌતની ‘તેજસ’ માટે લાંબી રાહ જોવી પડશે, આ કારણે અટકી ગઈ રિલીઝ ડેટ ચાલો જાણીએ

Coronavirus: पहली तिमाही में 2019 के मुक़ाबले बॉक्स ऑफ़िस पर 200 करोड़ का घाटा

Admin