Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

Samsung Galaxy Z Flip 4, Galaxy Z Fold 4ની કીંમત જાહેર, જાણો તમામ વેરિયન્ટની કિંમત

સેમસંગે Samsung Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4 ની ભારતીય કિંમત જાહેર કરી છે. Samsung Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4 માટે પ્રી-બુકિંગ પણ આજથી એટલે કે 16 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ બંને ફોનની કિંમત પ્રી-બુકિંગ પહેલા જ જાહેર કરી દીધી છે. બંને ફોન સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ બંને ફોન સેમસંગ દ્વારા 10 ઓગસ્ટના રોજ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટમાં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યા છે. Snapdragon 8+ Gen 1 પ્રોસેસર Samsung Galaxy Z Flip 4 અને Samsung Galaxy Z Fold 4 બંને ફોનમાં આપવામાં આવ્યું છે.

Samsung Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4ની કિંમત

8 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 4ની કિંમત 89,999 રૂપિયા છે અને 256 GB સ્ટોરેજ સાથેના 8 GB રેમની કિંમત 94,999 રૂપિયા છે. બીજી તરફ, 256 GB સ્ટોરેજ સાથે 12 GB રેમ સાથે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 4ની કિંમત 1,54,999 રૂપિયા છે અને 512 GB સ્ટોરેજ સાથે 12 GB રેમની કિંમત 1,64,999 રૂપિયા છે. સેમસંગની આ બંને ફ્લેગશિપ બુક કરાવનારા ગ્રાહકોને 40,000 રૂપિયા સુધીના લાભ મળશે. આ સિવાય કંપનીએ કહ્યું છે કે પ્રી-બુકિંગવાળા ગ્રાહકોને 5,199 રૂપિયાની એક્સક્લુઝિવ ગિફ્ટ મળશે. Galaxy Z Flip 4 Bespoke Edition સાથે ગ્રાહકોને 2,000 રૂપિયામાં સ્લિમ કવર મફતમાં મળશે. પ્રી-બુકિંગ 17મી ઓગસ્ટની મધરાત સુધી ચાલશે.

Samsung Galaxy Z Fold 4ની વિશિષ્ટતાઓ

Samsung Galaxy Z Fold 4 120Hz ના રિફ્રેશ રેટ સાથે 7.6-ઇંચ ડાયનેમિક AMOLED 2X Infinity Flex પ્રાથમિક ડિસ્પ્લે ધરાવે છે. બીજો ડિસ્પ્લે 6.2-ઇંચ ડાયનેમિક AMOLED 2X ઇન્ફિનિટી ઓ કવર ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની બ્રાઈટનેસ 1300 nits છે. ફોનમાં પાછળના ત્રણ કેમેરા છે જેમાં પ્રાથમિક લેન્સ 50 મેગાપિક્સલનો છે, બીજો લેન્સ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ અને ત્રીજો લેન્સ 10 મેગાપિક્સલનો છે. કેમેરા સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન પણ ઉપલબ્ધ હશે.

ફ્રંટમાં બે કેમેરા છે, જેમાંથી એક 10 મેગાપિક્સલનો અને બીજો 4 મેગાપિક્સલનો છે. ફોન સાથે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ +નું પ્રોટેક્શન છે. કેમેરા સાથે 30x સ્પેસ ઝૂમ પણ ઉપલબ્ધ હશે. આ સેમસંગ ફોનમાં Snapdragon 8+ Gen 1 પ્રોસેસર છે. તેમાં 25W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 4400mAh બેટરી છે. તેની સાથે વાયરલેસ ચાર્જિંગ પણ છે. ફોન સાથે 12 જીબી રેમ અને 512 જીબી સુધીની સ્ટોરેજ ઉપલબ્ધ હશે.

संबंधित पोस्ट

ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો ચાલુ: બિટકોઈન 61 હજાર અને ઈથેરિયમમાં અઢી હજાર રૂપિયાથી વધુનો ઘટાડો, ડોજકોઈન અને યુએસડીનો સિક્કો વધ્યો

Karnavati 24 News

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO અસંભવ છે, જાણો કારણ

Karnavati 24 News

કેન્દ્રએ રાજ્યોને ટેક્સ ટ્રાન્સફરના બે હપ્તા કર્યા જાહેર, જાણો કોને મળી કેટલી રકમ?

Karnavati 24 News

Tata Tiago નો CNG અવતાર ટૂંક સમયમાં દેશમાં લોન્ચ થશે, કંપની દ્વારા ટીઝર રિલીઝ

Karnavati 24 News

અદાણી ગ્રૂપની બે કંપનીઓની ઉલટી ચાલ, ઘટી રહેલા માર્કેટમાં શેરના ભાવ વધ્યા

Karnavati 24 News

કંપનીના એક નિર્ણયને કારણે શેર માં સતત ઘટાડો , જેમાં બ્રોકરેજ ફર્મે પણ ટાર્ગેટ ભાવમાં ઘટાડો કર્યો .

Karnavati 24 News
Translate »