Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વાપીમાં જાન્યુઆરી 2020માં રાઇટરસેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16 લાખની લુંટના ગુનામાં ચાર SOG/LCB એ GRD જવાન સહિત 4 આરોપીઓને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો

વાપી GIDC માં રાઇટર સેફ ગાર્ડ વતી ઇન્સ્ટાકાર્ટનુ કલેકશન કરવાનુ કામ કરતા કર્મચારી યતિન પટેલને 27મી જાન્યુઆરી 2020માં એન.આર.અગ્રવાલ સર્કલ પાસે મોટરસાયકલ પર આવેલા 2 ઈસમોએ બેગમાં રહેલ 16,09,178 રોકડા સાથે અટકાવ્યો હતો. ત્યાર બાદ યતિનના માથામાં ફટકો મારી તુ બે દિવસથી મારી બહેનને હેરાન કરે છે અને છેડતી કરે છે. તુ મારી ગાડીમાં બેસીજા એમ કહી યતિનને બાઇક પર બેસાડી દમણગંગા નદીના પુલ પાસે આવેલ મુક્તિધામ નજીક લઇ જઇ કલેક્શનના રૂપિયા તથા તેનો મોબાઇલ ફોન લુંટી ફરાર થઈ ગયા હતા . આ બનાવ બાબતે વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનનમાં ગુનો દાખલ થયો હતો. આ લુંટ વિથ અપહરણના ગુના અંગે LCB SOG ની ટીમને બાતમી મળી હતી કે લૂંટમાં સંડોવાયેલ આરોપી નીલ સંજયભાઇ જોન્સા મલાડમાં, કલાસીક ઓટો શો – રૂમમાં કામ કરે છે. જેને પકડી વાપી ખાતે લાવી વધુ પુછપરછ કરી હતી. જેમાં આ ગુન્હામાં સંડોવાયેલ ટીપર તથા લુંટમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને ગુન્હામાં વાપરેલ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. આ ગુન્હામાં નિલ ઉપરાંત અજીમ રફીક મેમણ, ગૌતમ ઘેવરલાલ માલી, મદનલાલ પીરારામ માલીની ધરપકડ કરી તેમની પાસેથી 40 હજારના 4 મોબાઇલ, તથા 20 હજારનું બાઇક મળી કુલ 60000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ગૌતમ માલી તથા અજીમ મેમણ 2010માં વાપી ગોવીંદા કોમ્પલેક્ષમાં આઇડીયા કંપનીના સંભવ સેલ્યુલર સ્ટોરમાં સેલ્સમેન તરીકે અને આરોપી નીલ તથા આરોપી મદનલાલ માલી ઝોમેટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતા હોય ચારેય જણા એકબીજાના પરીચયમાં હતા. 2018માં આરોપી ગૌતમ માલી એન. આર. અગ્રવાલ સર્કલ પાસે આવેલ ઇન્સ્ટાકાર્ટ પ્રા.લિ. કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો હતો. એટલે યતિનભાઇ દરરોજ પૈસાનુ કલેકશન કરવા આવતો હોવાનું જાણતો હતો. ઇન્સ્ટાકાર્ટમાં દરરોજ આશરે 25 થી 30 હજાર નુ કલેકશન કરતા 20 થી 25 ડીલીવરી બોય હતાં. રોજના અંદાજિત 6 થી 7 લાખ રૂપીયાનુ કલેકશન જમાં થતુ હતુ અને બનાવના આગલા દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા હોવાથી 2 દિવસનુ 16 લાખ જેવું કલેકશન જમાં થયું હતું. જેથી પકડાયેલ ચારેય આરોપીઓએ લૂંટનો પ્લાન ઘડયો હતો. જે માટે પહેલા આરોપીઓએ રેકી કરી યતીન ની અવર જવર તથા તેના મોટર સાયકલની માહીતી મેળવી હતી. બનાવના દિવસે આરોપી નીલ તથા અજીમ મોટર સાયકલ ઉપર કંપનીની બહાર વોચમાં તથા આરોપી મદન એન.આર.અગ્રવાલ સર્કલ પાસે વોચમાં ઉભેલ હતો. જ્યાં યતીન કંપનીમાંથી પૈસાનુ કલેકશન કરી મોટર સાયકલ ઉપર બહાર નીકળી એન.આર.અગ્રવાલ સર્કલ પાસે પહોંચતા પ્લાન મુજબ નીલ તથા અજીમે અપહરણ કરી દમણગંગા પુલ પાસે લઇ જઇ પૈસા તથા મોબાઇલ ફોનની લુંટ કરી નાસી ગયા હતા . આરોપીઓને ઝડપી લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખવા અંગે વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી હતી કે પકડાયેલ આરોપી અજીમ મેમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં દમણ ખાતે વાઇનશોપની દુકાનમાં નોકરી કરે છે. જે વાપી GIDC અને ડુંગરા પોલીસ મથકમાં દારૂની હેરાફેરીના ગુન્હામાં પકડાયેલ છે. નીલ જોન્સાએ કોમ્પ્યુટર ટેકનોલોજી ડીપ્લો સુધીનો અભ્યાસ કર્યો છે અગાઉ તે વાપીમાં જોમેટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે અને હાલમાં મલાડ મુંબઇ ખાતે કલાસીક ઓટો સર્વિસ ના શો – રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગૌતમ ઘેવરલાલ માલીએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. અને તે હાલ છેલ્લા દોઢ વર્ષથી વાપી GIDC પોલીસ સ્ટેશનમાં GRD તરીકે નોકરી કરે છે. મદનલાલ માલી પણ 10 ધોરણ સુધી અભ્યાસ કરીને છરવાડા ખાતે કોસ્મેટીક ચીજવસ્તુનો વેપાર કરે છે. ઉલ્લેખનીય છે કે વાપી ઔદ્યોગિક વિસ્તાર માં અન્ય રાજ્યમાંથી નોકરી અર્થે આવતા પરપ્રાંતીય લોકોની જન્મકુંડળી મેળવવા ચાલ માલિકોને તેમજ કંપની માલિકો પર કાયદાનો દંડો ઉગામતું પોલીસ ખાતું જ તેમના પોલીસ સ્ટેશનમાં GRD તરીકે નોકરીમાં જોડાતા યુવકની જન્મ કુંડળી કાઢવાનું ભૂલી ગયું અને તેનો ફાયદો ગૌતમ માલીએ ઉપાડી લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ પણ આરોપી મટી GRD જવાન તરીકે એ જ પોલીસ મથકમા બિન્દાસ્ત નોકરી કરી. અને પોલીસ આરોપીઓને શોધવા 2 વર્ષ સુધી મથતી રહી. ત્યારે પોલીસ પોતાના થાણામાં કામ કરતા દરેક GRD, હોમગાર્ડ જવાનોની કુંડળી કાઢ્યા બાદ જ નોકરી પર રાખે તેવી સલાહ શહેરના નગરજનો આપી રહ્યા છે.

संबंधित पोस्ट

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ સંદર્ભે શહેરની મુલાકાત પ્રભારી ઋષિકેશ પટેલે લઈ સમીક્ષા કરી

Karnavati 24 News

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

Karnavati 24 News

ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે ફ્રી કોચિંગ ક્લાસ શરુ કરાયા

Karnavati 24 News