Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ઈમ્પેક્ટ ફીની મુદ્દત વઘારવાને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

ઈમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. વધુ 4 મહિના સુધી ઈમ્પેક્ટ ફીની મુદ્દત લંબાવવામાં આવી છે. આગામી વિધાનસભા ગૃહમાં આ માટે બિલ રજૂ કરવામાં આવશે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વઘારો કરાયો છે.

રાજ્ય સરકાર અનધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે સુધારો વિધેયક લાવવા જઈ રહી છે. અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટેનું બિલ વિધાનસભા ભવનમાં રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ ઈમ્પેક્ટ ફીને લઈને વટ હુકમ બહાર પાડવામાં આવ્યો હતો ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીનો નિયમ લાવવામાં આવતા નિયમિત બાંધકામો માટે અરજીઓ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહીત તમામ મહાનગરો તેમજ નગરપાલિકામાંથી અરજીઓ કરવામાં આવી છે પરંતુ કેટલીક અરજીઓ સામે  જૂજ અરજીઓ જ છે તે ગ્રાહ્ય રાખવામાં આવી છે.

અગાઉ રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદત વધારવાનો નિર્ણય કર્યો છે. ઈમ્પેક્ટ ફી ભરવાનો સમય 16 ફેબ્રુઆરીએ પૂરો થઈ ગયો છે. આ પછી ફરીથી ગેઝેટ બહાર પાડવામાં આવશે અને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સુધારો બિલ લાવવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઈમ્પેક્ટ ફી બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ઇમ્પેક્ટ ફી બિલને લઈને ઘણા લોકો ઈમ્પેક્ટ ફીને લઈને રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ બિલ આવ્યા બાદ ફરીથી આ મુદ્દતમાં નિરસ પ્રતિસાદને જોતા ફરીથી મુદત લંબાવવામાં આવી છે.

संबंधित पोस्ट

પાટણ જીલ્લાના રાધનપુર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાનમાં ગેરરીતિ થતા પરત પૈસા કરવા નોટિસ

Admin

બરવાળા પોલીસ સ્ટેશન માં NCC વિદ્યાર્થીઓ માટે કપડા વિતરણ નો કાર્યક્રમ

Karnavati 24 News

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin