Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં 5 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી. ત્યારે પાલિકા દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. જે પુર્ણ થતા પાણીની સમસ્યા હલ થશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

….થાનગઢ શહેરના વિરાટ નગર હરીનગર ધર્મેન્દ્ર નગર અને દલવાડી નગર, આ ચાર સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી ઓછા પ્રેશરથી પાણી મળતું હતું. જેમાં 5 દિવસે 6 દિવસે પાણી આવતુ હોવાથી લોકો પરેશાન હતા. આથી પાંચ વર્ષ પહેલા આ વિસ્તારમાં એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો. આ પાણીના ટાંકાને મેઇન કનેક્શન સાથે જોઈન્ટ આપી ચાલુ કરવાનો હતો. આ ચાલુ કરવામાં 5 વર્ષ વીતી ગયા હતા. આથી 5 વર્ષથી લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યુ કે થાનના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં રૂ.10,98 કરોડનાખર્ચે 90 થી 300 એમએમ સાઇઝના પાણીની લાઇન નાંખવાનું કામ ચાલુ કરાયુ છે. આ પાણીના ટાંકો ધર્મેન્દ્ર નગરમાંથી ભીડભજન સોસાયટીના સંપ સાથે જોડાણ કરવામાં આવશે. આ જોડાણ કર્યા પછી આ સોસાયટીઓમાં પાણી પ્રેશરથી આવશે અને લોકોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ પાઈપ લાઈન ચાલુ થવાથી હજારો માણસોને પીવાના પાણીની સુવિધા મળશે.

संबंधित पोस्ट

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

બાટવા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા લોકો રામ ભરોસે, તંત્ર મૂક પ્રેક્ષક

Admin

मिर्तक अश्रित संघर्ष कमेटी पटियाला ने अपनी जायज मांगों को लेकर बिजली बोर्ड के प्रधान कार्यालय के बाहर धरना दिया।

Admin

ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે પાકિસ્તાન! ભીખ માંગીને ચાલી રહ્યું છે ગુજરાન, નેતાઓને કોઈ ફરક નથી પડતો!

Admin

વાવોલની કન્સ્ટ્રક્શન સાઈટમાંથી 6.87 લાખની કિંમતના એલ્યુમિનિયમના મટીરીયલની ચોરી . .

Admin

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ખેત જણસોની સીધી ખરીદી કરશે

Karnavati 24 News