Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારરાજ્ય

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની તારીખ પણ જાહેર કરી દીધી છે ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા પ્રચાર તેજ ગતિથી શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનીતિ તૈયાર કરી હોય તેવું ખાસ નજરે આવી રહ્યું છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી વધુ ને વધુ બેઠકો જીતવાનો પ્રયત્ન કરી રહી છે.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. હાલ રાજકોટની ચારેય બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જ સીટ છે. આગામી સમયમાં રાજકોટની તમામ બેઠકો પર રસાકસીનો જંગ જોવા મળશે. રાજકોટમાં પશ્ચિમ બેઠક પર જે ઉમેદવારોના નામની ચર્ચા થઇ રહી છે તેવામાં એક ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ પણ છે તેને રાજકોટની મહિલાઓને એક અપીલ કરી છે શું છે આપીલ અને શા માટે આ અપીલ કરવામાં આવી છે તેની ચર્ચા પણ થઇ રહી છે.

દર્શિતાબેન શાહનો પરિવાર વર્ષોથી સંઘ સાથે જોડાયેલો છે. દર્શિતાબેન શાહ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની અનેક જવાબદારી નિભાવી છે તેમજ મહિલા મોર્ચાના પણ તેઓ સભ્ય છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત માટે દર્શિતાબેન શાહે કમર કસી લીધી છે. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે રાજકારણમાં પરિવારનો સાથ ખુબ જરૂરી છે અને મને અત્યાર સુધી ઘણો બધો સહકાર પરિવાર તરફથી મળી રહ્યો છે. દર્શિતાબેન શાહનો પરિવાર તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને પોતે એક સ્ત્રી હોવા છતાં પણ પરિવાર અને રાજકારણની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. રાજકારણની સાથે પરિવાર પણ વ્યસ્થિત રીતે સાંભળી રહેલા દર્શિતાબેન શાહ બીજી મહિલાઓ માટે પણ પ્રેરણા પૂરું પડી રહ્યા છે અને એક અલગ સંદેશો આપી રહ્યા છે અને આ સાથે એક અપીલ પણ કરી છે કે દેશને વિકાસશીલ બનાવવા માટે મહિલાઓએ પણ રાજનીતિમાં આગળ આવવું જોઈએ.

संबंधित पोस्ट

दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत

Admin

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin

આજે બંગાળમાં જોવા મળશે ચક્રવાતી તોફાન ‘સિતરંગ’ની અસર, IMDએ આપી ચેતવણી, વહીવટીતંત્ર એલર્ટ

Admin

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

Karnavati 24 News