Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

શિક્ષકોની બદલીઓને લઈને ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે આ બદલી કેમ્પની જાહેરાત આજે કરવામાં આવી છે. 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી આ બદલી કેમ્પ ચાલશે. જુદી-જુદી તારીખો બદલી કેમ્પ માટેની જાહેર કરાઈ છે.

જિલ્લા આંતરીક બદલીનો ઓનલાઈનનો પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ચાલશે. જિલ્લા ફેર બદલી કેમ્પ 6થી 8 ડીસેમ્બર સુધી યોજાશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેરના અરસ પરસના હુકમો 20થી 29 ઓક્ટો સુધી અમલી રહેશે. ઘણા સમયથી શિક્ષકોના બદલી કેમ્પની રાહ જોવાતી હતી તેની તારીખો જાહેર થતા બદલીઓ કરાવવા માંગતા શિક્ષકો માટે આ ખુશીના સમાચાર સામે આવ્યા છે.

અરસ પરસ બદલી, જિલ્લા ઓનલાઈન આંતરીક બદલી કેમ્પની શરુઆત થઈ ચૂકી છે. વધઘટ કેમ્પ 20 નવેમ્બરથી શરુ થશે. જિલ્લા આંતરીક ઓનલાઈનો બીજો તબક્કો 23 નવેમ્બરથી લઈને 2 ડીસેમ્બર સુધી ચાલું રહેશે. જેમાં રજાના દિવસો બાદ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા બદલી ફેર 6 ડીસેમ્બર થી 8 ડીસેમ્બર સુધી ચાલશે.  મુખ્યશિક્ષકોના અરસ પરસના હુકમ 20 ઓક્ટોબરથી  29 ઓક્ટોબર સુધી ચાલું રહેશે. સરકારના ઠરાબ મુજબ આ પ્રકારે બદલી કેમ્પ યોજવામાં આવશે.

संबंधित पोस्ट

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

મદ્રાસ યુનિવર્સિટી ભરતી 2022 રિસર્ચ ફેલો 44 પોસ્ટ માટે અરજી કરો

Karnavati 24 News

આજરોજ સાવરકુંડલા મુકામે કૃષિ શિબિર અને અભિવાદન સમારોહ યોજાયો હતો.

Karnavati 24 News

ભગવાન જગન્નાથ દર્શન માટે માસ્ક જરૂરી: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળો, 2 હજાર સાધુઓ જોડાશે

Karnavati 24 News