Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ગુજરાત વિધાનસભાથી 1 કિલોમીટરના એરિયામાં યુવકની ગોળી મારી હત્યા કરવાની ઘટના બની,ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પર કાનૂની વ્યવસ્થા મામલે સવાલો ઉભા થયા

ગુજરાતના પાટનગરમાં વિધાનસભાથી 1 કિલોમીટરના એરિયામાં એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે જે ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પર મોટા સવાલો ઉભા કરે છે.પાટનગર ગાંધીનગર શહેરમાં ધોળે દિવસે સેકટર -૧૦ માં યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે . ઈન્દ્રોડાનો ૩૯ વર્ષિય કિરણ વિરાજી ઠાકોર સાયકલ લઈને સચિવાલય નોકરી જઈ રહ્યો હતો , તે સમયે બાઈક પર આવેલા શખ્સોએ યુવકને ગોળી મારી હત્યા કરી હતી .સવારે લગભગ ૧૦ વાગ્યાના સમયે બનાવ બનતા કર્મચારીઓ મોટીસંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.મૃતકના ભાઈએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ નોંધી આગળની તપાસ હાચ ધરી છે . ગાંધીનગર શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિન જિલ્લામાં પ્રતિદિન વધતુ જોવા મળી રહ્યું છે . વાહનચોરી , લુંટ , ઘરફોડ , હત્યા સહિતની ગુનાખોરી વધતા નાગરીકો પણ ડરના માહોલમાં જોવા મળી રહ્યા છે . કિરણ સચિવાલય બ્લોક નં -૨ ના પ્રથમ માળે ગૃહ વિભાગમાં ખાનગી એજન્સીમાં એક દાયકા થી પણ વધુ સમયથી પ્યુન તરીકે ફરજ બજાવતો હતો . ગુજરાતના પાટનાગરમાં ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી દેવાના કિસ્સાથી સરકાર પર મોટા સવાલો ઉભા થયા છે.રાજ્યની કાનૂની વ્યવસ્થા ની કેવી સ્થિતિ છે એ આ ઘટનાથી જાણી શકાય છે.વિધાનસભાથી 1 કિલોમીટરના એરિયામાં ગોળી મારી હત્યા કરી નાખવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં કાનૂની વ્યવસ્થા મામલે સવાલો ઉભા થયા છે.

संबंधित पोस्ट

દારૂના નશામાં ચકચૂર બની પરપ્રાંતિયને જાહેરમાં ૨ ખુલ્લી તલવાર લઈને નીકળવાનું ભારે પડ્યું,પોલીસે કર્યો જાહેરનામાના ભંગનો ગુનો દાખલ

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

નશાખોરો સામે પોલીસની લાલ આંખ:ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર રોક લગાવવા રાત્રે પોલીસ એક્શન મોડમાં આવશે, નશાખોરોને પકડવા સઘન ચેકીંગ

Karnavati 24 News

કલેક્ટરએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા કેટલાંક આદેશ

Karnavati 24 News

જામનગર માં સસરાના આપઘાત બદલ પુત્રવધુ સામે ગુન્હો નોધાયો. .

Admin

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો