Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગાંધીનગરમાં છાવણી ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ પોતાની માંગણીઓ સ્વીકારવા આંદોલન કર્યું,સરકાર હવે દિવ્યાંગ ભાઈઓ-બહેનોના આંદોલનથી ચિંતિત

ગુજરાતમાં આંદોલનોએ વેગ પકડ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરના છાવણી મેદાન ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો મોટીસંખ્યામાં એકઠા થયા હતા . દિવ્યાંગ ભાઈ – બહેનોએ છાવણી ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા .ગુજરાત સરકાર આ વખતે આંદોલનના ચક્કરમાં ફસાતી દેખાઈ રહી છે.વિદ્યાર્થી ઓ ,સરકારી કર્મચારીઓ, આઉટ સોર્સ ના કર્મચારીઓ, આંગણવાડી બહેનો,નિવૃત કર્મચારીઓ,જવાનો, દિવ્યાંગો,ખેડૂતો જેવા દરેક વર્ગના માણસો ગુજરાતમાં આંદોલનના રસ્તે ચાલી રહ્યા છે જેના કારણે ગુજરાત સરકાર રાજકીય રીતે દબાણ અનુભવી રહી છે. દિવ્યાંગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ માટે રાજયના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દરેક દિવ્યાંગને મહિને પેન્શન આપવાની રજુઆત કરવામાં આવી હતી . ગુજરાત રાજયમાં નોંધણી પ્રમાણે ૧૨ લાખ દિવ્યાંગ ભાઈ બહેનો છે . હાલની કમરતોડ મોઘવારીમાં જીવન નિર્વાહ માટે સત્તામંડળ ગાંધીનગર આયોજન દિવ્યાંગ ભાઈ બહેનોની હાલત કફોડી બની છે . ત્યારે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગોના મુદ્દે ધરણા યોજી જીવન ધોરણને ઉંચુ લાવવા માટે તેમજ દિવ્યાંગોને રોજગાર , પેન્શન , સરકારી નોકરીમાં ભરતી ,સરકારી સહાય જેવા ગંભીર મુદ્દાઓ પર છેલ્લા ૪ વર્ષથી સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ માંગણીઓ નિકાલ થયો નથી જેના ભાગરૂપે આ આંદોલન કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

In publisher my content responsive select all and download option m

ભાજપના નેતાઓ ભીખા પટેલે અને કમા રાઠોડની આજે ફરીથી પુનઃ બીજેપીમાં વાપસી, આ કારણે સસ્પેન્ડ થયા હતા

Karnavati 24 News

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

અમેરિકામાં ભારતીય સંગઠન બ્રિટનમાં વધપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સમર્થન આપે છે

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News