Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

ગુજરાતમાં આ વખતે 100 ટકા વરસાદના કારણે અત્યારે જળાશયો એક પછી એક છલકાઈ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ફરીટ વધારો કરાયો છે. જેના કારણે જળસપાટી 136.058 મીટરે પહોંચી છે. જેથી ફરીથી 23 દરવાજા ડેમના 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.  જેથી 7થી 8 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગઈ કાલે 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી. ત્યારે આજે પણ પાણીની આવકમાં વધારો થતા વડોદરા ભરુચ, નર્મદા વિસ્તારના કાંઠા સાઈડના ગામોને એલર્ટ કરાયા છે.

આ ઉપરાંત ભરુચ નર્મદા ડેમમાં પાણીની આવક થતા 25.87 ફૂટ ગોલ્ડન બ્રિજની સપાટી વધી છે. ગોલ્ડન બ્રિજની અગાઉ પાણી છોડવાના કારણે સપાટી 19 ફૂટ સુધી આવી ગઈ હતી ત્યારે ફરીથી નર્મદામાં પાણીની આવક થતા સપાટી વધી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાટણમાં મુક્તેશ્વર ડેમ પણ ભયજનક સપાટીએ છીએ.  જેથી નજપુરા, શેરગઠ સહીતના ગામોને એલર્ટ કરાયા છે. 200 ફૂટ પર જળાશયની સપાટી પહોંચતા ગામોને આજુ બાજુમાં એલર્ટ કરાયા છે. કેમ કે, જળાસયની સપાટી વધતા પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગે પત્ર દ્વારા આ એલર્ટ આપ્યું છે.  આ ઉપરાંત મહેસાણામાં દાંતીવાડા ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમ પણ ભયજનક સપાટીએ છે. ઉનાળામાં કોરા ધાકોર બની ચૂકેલા જળાશયોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

संबंधित पोस्ट

દાહોદમાં ગુજકેટની પરીક્ષા શાંત માહોલમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જરૂરી આદશો કર્યા

Karnavati 24 News

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં PHDનું કોર્ષવર્કની પરીક્ષાનું પેપર હાથથી લખેલું છાત્રોને આપતા ચર્ચાસ્પદ બન્યું

Karnavati 24 News

બાબા દરબાર પહોંચ્યા ત્રણ શંકાસ્પદો પોલીસ કસ્ટડીમાં, સુરક્ષા એજન્સીઓ પૂછપરછમાં લાગી

Admin

ભરૂચ જિલ્લો ઓદ્યોગિક તરફથી દેશના વિકાસમાં ખુબ મોટુ યોગદાન છે.

Karnavati 24 News

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકો માં રોષનો માહોલ

Admin