Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

મોંઘા પ્રોડકટ્સ નહિં, પરંતુ આ પેકથી ચહેરા પરના અણગમતા વાળને કરી દો દૂર

ચહેરાની સુંદરતા અણગમતા વાળને કારણે ખરાબ થઇ જાય છે. ઘણી મહિલાઓના ચહેરા પર અણગમતા વાળ હોય છે જે ચહેરાની સુંદરતાને ખરાબ કરીને મુકી દે છે. અણગમતા વાળને કારણે ઘણી વાર મેક અપ પણ રહેતો નથી અને ફેસ ખરાબ લાગે છે. જો કે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે અનેક મહિલાઓ પાર્લરમાં જવાનો સહારો લેતી હોય છે, પરંતુ જો તમે આ ઘરેલુ પેકનો ઉપયોગ કરો છો તો તમારા ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જાય છે અને ચહેરો ક્લિન થાય છે.

ચણાના લોટમાંથી બનાવો પેક

ચણાના લોટને બેસન પણ કહેવામાં આવે છે. બેસન સ્કિન માટે સૌથી બેસ્ટ છે. તમે ચણાના લોટના આ પેકથી અણગમતા વાળને દૂર કરી શકો છો. તો જાણો આ પેક ઘરે કેવી રીતે બનાવશો.

સામગ્રી

5 થી 6 ચમચી ચણાનો લોટ

2 ચમચી હળદર

2 ચમચી મલાઇ

2 થી 3 ચમચી દૂધ

બનાવવાની રીત

  • ચણાના લોટમાંથી પેક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં ચણાનો લોટ લો.
  • આ ચણાના લોટમાં હળદર, ક્રીમ, દૂધ નાંખીને એક પેસ્ટ તૈયાર કરી લો.
  • પેસ્ટ બનાવતા સમયે એ ધ્યાન રાખો કે પેસ્ટ બહુ પાતળી ના થઇ જાય.
  • પેસ્ટ પાતળી થઇ જશે તો ચહેરા પરના અણગમતા વાળ નિકળશે નહિં.
  • હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ હળવા હાથે મસાજ કરો.
  • ત્યારબાદ આ પેસ્ટ ચહેરા પર સુકાઇ જાય એટલે એને વિરુદ્ધ દિશામાં મોં પર મસાજ કરો અને પછી ચહેરો ચોખ્ખા પાણીથી ક્લિન કરી લો. આ મસાજ તમારે 10 મિનિટ સુધી કરવાનો રહેશે.
  • આ પેસ્ટ તમે તમારા ચહેરા પર સતત 15 દિવસ સુધી લગાવશો તો અણગમતા વાળ દૂર થઇ જશે અને તમારો ફેસ ક્લિન થઇ જશે.
  • આ પેસ્ટ તમારા ચહેરા પરની અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે.

संबंधित पोस्ट

‘પોટલી સમોસા’ ક્યારે પણ ખાધા છે? જો ‘ના’ તો બનાવો આ રીતે ઘરે

Karnavati 24 News

પાણીથી પણ એલર્જીઃ આ યુવતીને આંખમાં આંસુ આવવાથી પણ છે એલર્જી, નહાવાથી જીવ ગુમાવવાનો પણ ડર છે.

Karnavati 24 News

ઊનાના નવાબંદર ગામે ગટર યોજનાનું ચાલુ કામ બંધ થતા ગામનું બધેય પાણી ખુલ્લી ગટરોમાં ભરાતાં ગ્રામજનોમાં રોષ

Karnavati 24 News

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

Kitchen Tips: તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો મળશે, ઘરે જ બનાવો ટેસ્ટી ઓટ્સ ઉત્પમ રેસીપી

Karnavati 24 News

કોણીઓ અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે આ ટિપ્સ અનુસરો, પછી જુઓ કમાલ…

Karnavati 24 News