Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

એક અંગ દાતા આઠ જેટલા જીવ બચાવી શકે છે – મનોજ આર. ગુમ્બર

GCSC અને GUJCOST દ્વારા સંયુક્ત રીતે સાયન્સ સીટી ખાતે અંગદાનના મહત્વને ધ્યાનમાં રાખી કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. મનોજ આર. ગુમ્બર, એમડી, જાણીતા નેફ્રોલોજિસ્ટ અને સિવિલ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટે અંગ દાનના મહત્વ પર એક ઇન્ટરેક્ટિવ સેશન યોજ્યું હતું. તેમણે અંગ પ્રત્યારોપણ વિશે સમજાવ્યું જે માત્ર જીવન બચાવવા જ નહીં પરંતુ આયુષ્ય વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એક અંગ દાતા આઠ જેટલા જીવ બચાવી શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે એક વ્યક્તિ હૃદય, લીવર, કિડની, આંતરડા, ફેફસાં અને સ્વાદુપિંડ જેવા અંગોનું દાન કરી શકે છે.

આ ઉજવણીમાં ટૂંકી ફિલ્મ “સેકન્ડ હેન્ડ” ની વિશેષ સ્ક્રીનીંગ યોજવામાં આવી હતી. જેમાં બ્રેઈન ડેડની વિભાવના અને અંગ દાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ટૂંકી ફિલ્મનો ઉદ્દેશ્ય યુવાઓને અંગદાનની વિભાવના અને તેની પ્રતીતિ અને પ્રત્યારોપણ માટે એક સુંદર ક્યૂરેટેડ સ્ટોરી લાઇન સાથે પ્રેરણા, પ્રોત્સાહિત અને શિક્ષિત કરવાનો છે
ડો. નરોત્તમ સાહૂ, એવાઇઝર , ગુજકોસ્ટ,એ અંગદાન અને માનવ જીવનમાં તેના મૂલ્ય વિશે જાણકારી આપી. તેમણે અંગદાન વિશે અધિકૃત માહિતી માટે ભારત સરકાર ના પોર્ટલનો સંદર્ભ લેવા જણાવ્યુ.
વિનય બી. કાંબલે ભૂતપૂર્વ નિયામક, વિજ્ઞાન પ્રસારે આ પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે અંગ દાનની ઝીણી ઝીણી બાબતોને ફિલ્મમાં એટલી સારી રીતે સમજાવવામાં આવી છે કે કોઈપણ સામાન્ય માણસ સમજી શકે. તેમણે વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો કે જેમ આપણે હર ઘર તિરંગા અભિયાન સાથે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવીએ છીએ, તેમ આપણે પણ હર ઘર અંગદાતા રાખવાનો સંકલ્પ લેવો જોઈએ
ડૉ.વ્રજેશ પટેલ, જનરલ મેનેજર, ડૉ.હાર્દિક ગોહેલ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઇઝેશન પ્રોગ્રામે વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કર્યું હતું અને સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિત ટુરનું આયોજન કર્યું હતું.
હિલવુડ્સ સ્કૂલના મનશીત નિર્વાલ અને જાનવી ભારદ્વાજે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ માટે એક સંપૂર્ણ નવો ખ્યાલ છે. આપણે ચોક્કસપણે તેના માટે જાગૃત થઈ એક મહાન હેતુ માટે સંભવિત દાતા તરીકે અમારું નામ નોંધાવવું પડશે
ફિલ્મના વિષયવસ્તુ અને ખ્યાલની પ્રશંસા કરતા, સેકન્ડ હેન્ડ, વી.જે. મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. મુકેશ વોરાએ વ્યક્ત કર્યું કે કાર્યક્રમ અને મૂવી ખૂબ જ પ્રેરણાદાયી અને વિચારપ્રેરક છે.
એક વિદ્યાર્થી તરીકે, અંગદાનની કળા અને વિજ્ઞાનને સમજવામાં અને તેની પરિપૂર્ણતા તરફ કામ કરવામાં અમારી મોટી ભૂમિકા છે કારણ કે આપણા સમાજમાં તેના વિશે ઘણી માન્યતાઓ અને અંધશ્રદ્ધા છે – જેએનવી ગાંધીનગરની વિદ્યાર્થિની શ્રીમતી ક્રુષા વાઢેરે માહિતી આપી હતી.
સહભાગીઓના ખૂબ જ પ્રોત્સાહક પ્રતિભાવ સાથે કાર્યક્રમનું સમાપન થયું. વ્યાપક આઉટરીચ અને સહભાગિતા માટે આ કાર્યક્રમ સાયન્સ સિટી યુટ્યુબ ચેનલ -:https://www.youtube.com/watch?v=U29GvwG3cvA&ab_channel=GujaratScienceCity પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

लाजपत नगर में चोरों ने एक बड़ी चोरी को दिया अंजाम, 12 ताले तोड़े, 11 मुकुट किये छोरी

Karnavati 24 News

10 ઓગસ્ટથી બદલાઈ શકે છે આ રાશિઓનું ભાગ્ય, મંગલદેવ થશે પ્રસન્ન

Karnavati 24 News

पीएचएन (PHN) ट्यूटर 190 पदों की अंतिम तिथि आज समाप्त, अभी करें आवेदन

Karnavati 24 News

વડોદરા: રીઢો ઘરફોડ ચોર પાસા હેઠળ રાજકોટ જેલ ખસેડાયો છે.

Shaniwar Mantra: शनिवार के दिन करें इन मंत्रों का जाप, सारे दुख दूर करेंगे शनिदेव

Karnavati 24 News

કૃષિમંત્રી રાઘવજીએ કેન્દ્રને ખરીફ ઋતુની અંદર ખાતરનો જથ્થો પ્રમાણસર વધારવાની રજૂઆત કરી

Karnavati 24 News