Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પાટણ માં કપાસ ના વાવેતરમાં સતત વરસાદથી નુકસાનથી ખેડૂતોમાં ચિંતા

પાટણ માં કપાસ ના વાવેતરમાં સતત વરસાદથી નુકસાનથી ખેડૂતોમાં ચિંતા પાટણ જીલ્લા માં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં કપાસના છોડ પીળા પડી ગયા દર વર્ષે સરસ્વતી તાલુકાના ખેડૂતો દ્વારા સૌથી વધુ કપાસનુ વાવેતર કરાય છે પરંતુ ચાલુ સિઝન દરમિયાન વાવેતરમાં ઘટાડો થયો છે વધુમાં સતત વરસાદના કારણે કપાસની માવજત ન થઈ શકતા વધી પડેલ ખડ અને વરસાદી પાણી ભરાતા તેના કારણે કપાસના છોડ પીળા પડી ગયા છે તેમજ નવા કાલા ખરી પડવા વગેરેની ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે પાટણ તાલુકાના ખારેડા ગામના ખેડૂત પ્રહલાદજી રામચંદજી ઠાકોરે જણાવ્યુ કે ચાલુ સીઝનમાં 7 વિઘા કપાસનુ વાવેતર કર્યુ છે તેમા 3 વિઘા કપાસના ખેતરમાંવરસાદી પાણી ભરાઇ રહેતા કપાસના છોડ પીળા પડી ગયા છે હવે કેટલો કપાસ બચશે તે નક્કી નથી કપાસનું વાવેતર થયા બાદ સતત વરસાદ ચાલુ રહેતા કપાસ વાળા ખેતરમાં એક તરફ નીંદામણ વધી ગયું છે અને બીજી તરફ વરસાદી પાણી ભરાઇ રહેવાથી ચિંતા વધી છે ભાટસણ સેજાના ખેતીવાડી ગ્રામ સેવક રાયમલભાઇ પરમારે જણાવ્યું કે સરસ્વતી તાલુકામાં ગત વર્ષે 3990 હેક્ટર કપાસનું વાવેતર થયું હતુ ચાલુ સીઝનમાં 3815 હેક્ટર જમીન વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે તે ગત વર્ષ કરતા 175 હેક્ટર વાવેતર ઘટ્યું છે

संबंधित पोस्ट

હિન્દીનો વધતો પ્રભાવ: વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનું પ્રભુત્વ ઝડપથી વધ્યું છે

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

કોવિડ -19 રસીકરણ: આ દેશમાં રસીકરણ ફરજિયાત બની ગયું છે, 5 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને રસીકરણ કરવું આવશ્યક છે.

Karnavati 24 News

મન કી બાતનો 89મો એપિસોડ: પીએમ મોદીએ કહ્યું- સ્ટાર્ટઅપ્સની દુનિયા નવા ભારતનું પ્રતિબિંબ છે, દેશમાં યુનિકોર્નની સંખ્યા 100ને વટાવી ગઈ છે

Karnavati 24 News

નવી સંસદ ભવન પર અશોક સ્તંભના સિંહોની ડિઝાઈનમાં કોઈ ફરક નથી

Admin