Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આજથી બે દિવસ માટે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે, સાબરડેરીના વિવિધ પ્લાન્ટનું આજે થશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના પ્રવાસે છે. આજે તેઓ સવારે 11 વાગે આસપાસ પહોંચી સાબરડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ તેઓ કરશે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા અને કૃષિને લગતા કામોને વેગવંતા બનાવવાના સપનાને શાકાર કરવા માંગે છે. ત્યારે સહકારીતા ક્ષેત્રે પણ ગુજરાત એક પછી એક સિદ્ધીઓ હાંસલ કરી રહ્યું છે. વડાપ્રધાનના હસ્તે સાબર ડેરીના 1,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમી પૂજન કરશે. 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ પણ તેઓ કરશે. દૈનિક 120 મેટ્રીક ટનની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ છે કે જેનું લોકાર્પણ તેઓ કરશે. 30 મેટ્રીક ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાશે. વડાપ્રધાન વિવિધ પ્રોજકેટના લોકાર્પણ કર્યા બાદ આજે જનસભાને સંબોધન કરશે.
વિવિઘ સહકારી મંડળીઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે 1964માં નાના યુનિટ સાથે સાબરડેરી શરુ થઈ હતી. ત્યારે આજે ડેરીએ અનેક હરણફાળ ભરી છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતી આવતી કાલે ગિફ્ટ સિટીમાં પણ કાર્યક્રમ રહેશે. જ્યાં તેઓ ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવશે. આ બિલ્ડીંગની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરીકલ્પના કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગિફ્ટ સિટીની આ પરીકલ્પના વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાનની બે દિવસની મુલાકાતમાં આ બે મહત્વના કાર્યક્રમો રહેશે.

संबंधित पोस्ट

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

Admin

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સુસજ્જ પી. ભારતી

Admin

સોનિયા-રાહુલને EDની નોટિસઃ નેશનલ હેરાલ્ડ કેસમાં 8મી જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું, સુરજેવાલાએ કહ્યું- સરમુખત્યારશાહી સરકાર ડરી ગઈ

Karnavati 24 News