Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

મોટી રાહત/ સરકારે કરી મોટી જાહેરાત, ખાવા પીવાની આટલી વસ્તુઓ પર નહીં લાગે ટેક્સ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે લિસ્ટમાં આપવામા આવેલા યાદી મુજબ 14 એવી વસ્તુઓ છે, જે ખુલ્લી વેચી શકાશે. એટલે કે પેકીંગ વિના વેચશો તો તેના પર કોઈ જીએસટીના દર લાગૂ પડશે નહીં. આ લિસ્ટમાં દાળ, ઘઉં, બાજરી ,ચોખા, સોજી અને દહી/ લસ્સી જેવી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી મહત્વની વસ્તુઓ સામેલ છે.

અનાજ, ચોખા, લોટ અને દહી જેવી વસ્તુઓ પર 5 ટકા જીએસટી સરકારના નિર્ણયનો બચાવ કરતા નાણામંત્રીએ કહ્યું કે, જીએસટી ફક્ત એવી વસ્તુઓ પર લાગશે, જે પ્રી પેક્ડ અને લેબલ્ડ છે. આપને જણાવી દઈએ કે, ગત મહિને જીએસટી પરિષદની 47મી ચંડીગઢમાં થયેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આટલી વસ્તુઓને ટેક્સમાં છૂટ આપી છે 

કઠોળ, ઘઉં, RYE, ઓએટીએસ, મકાઈ, રાઈસ, આટો, સુજી, બેસન, પફ્ડ રાઇસ, દહીં અને લસ્સી

લેબલવાળા અને પેકેજ્ડ ખાદ્યવસ્તુ પર લાગશે 5 ટકા GST 

નાણામંત્રી નિર્મલા સિતારમણે તેમના ટ્વિટમાં એમ પણ જણાવ્યું છે કે જો આ વસ્તુઓને પેકિંગ કે લેબલિંગ વગર વેચવામાં આવે તો તેના પર કોઈપણ પ્રકારનો જીએસટી લાગશે નહીં. જો આ વસ્તુઓને લેબલ સાથે વેચવામાં આવશે તો પાંચ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ એમ પણ જણાવ્યું છે કે આ ખાદ્ય પ્રોડક્ટ પર જીએસટી હટાવવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો નથી પરંતુ સમગ્ર જીએસટી કાઉન્સિલે એક પ્રક્રિયા હાથ ધરી છે.

GST વિશે કેટલીય ખોટી અફવાઓ હોવાનુ કહ્યું

ટ્વિટ દ્વારા સીરીઝ પોસ્ટ કરતા નાણામંત્રીએ કહ્યું કે, હાલમાં જ જીએસટી પરિષદની પોતાની 47મી બેઠકમાં દાળ, અનાજ,  લોટ જેવી વિશિષ્ટ ખાદ્ય પદાર્થો પર જીએસટી લગાવાના નિર્ણય પર ફેરવિચારણ કરવાની ભલામણ આવી છે. જો કે, કેટલીય ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. તેથી તથ્યોને સામે લાવવા જરૂરી છે.

શું આવું પહેલી વાર થઈ રહ્યું છે કે, ખાદ્ય પદાર્થો પર જીએસટી લગાવામાં આવ્યો હોય તો તેના જવાબમાં કહ્યું કે, નહીં રાજ્ય સરકારો પહેલાથી વ્યવસ્થાના ભાવ રૂપે ખાદ્ય પદાર્થો પર રેવન્યૂ એકઠા કરતા આવ્યા છે. એકલા પંજાબામં ટેક્સ તરીકે ખાદ્યાન્ન પર 2000 કરોડ રૂપિયાથી વધારેનો સંગ્રહ કરવામાં આવ્યો, યુપીએ પણ 700 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.

संबंधित पोस्ट

એપલે લાઈટનિંગ કેબલ દૂર કરવી પડશેઃ એપલે આઈફોનનું ચાર્જિંગ પોર્ટ બદલવું પડશે,

Karnavati 24 News

બાબા રામદેવની કંપનીને થયો 234 કરોડ રૂપિયાનો નફો, શેરધારકોને સારા ડિવિડન્ટની જાહેરાત

Karnavati 24 News

૩૩૪ કરોડના ખર્ચે દેશનું પ્રથમ વિદ્યુત સંગ્રહ સેન્ટર બનશે કચ્છના પાંધ્રોમાં

Karnavati 24 News

શેરબજાર: શરૂઆતના ટ્રેડિંગમાં તીવ્ર ઘટાડા પછી, સેન્સેક્સ 58,683 અને નિફ્ટી 17,525 પર લપસીને થોડી રિકવરી જોવા મળી હતી.

Karnavati 24 News

SBIના ખાતાધારકો આનંદો! હવે ફીચર ફોનથી ફંડ ટ્રાન્સફર માટે SMS ચાર્જ નહીં ચૂકવવો પડે

Karnavati 24 News

ગાડા માર્ગ ને પાકા માર્ગ બનાવામાં આવશે

Karnavati 24 News