Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

શાનદાર/ 21 વર્ષની ઉંમરમાં આપની લાડકી દિકરી બની જશે 65 લાખ રૂપિયાની માલિક, બસ આટલું કરો રોકાણ

જો તમે પણ દીકરીના પિતા છો અને ઈચ્છો છો કે તમારી દિકરીનું ભવિષ્ય આર્થિક રીતે સમૃદ્ધ હોવું જોઈએ. તેને ક્યારેય આર્થિક સમસ્યા ન થાય તો તમે પણ સરકારની આ શાનદાર સ્કીમમાં રોકાણ શરૂ કરી શકો છો. જો તમે આ ખાસ સ્કીમમાં રોકાણ કરશો તો તમારી દીકરી 21 વર્ષમાં કરોડપતિ બની જશે.

તમારે આ સ્કીમમાં વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ આ ખાસ સ્કીમ માટે દરરોજ 416 રૂપિયા બચાવવા પડશે. રોજની 416 રૂપિયાની આ બચત પછીથી તમારી દીકરી માટે 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ જમા થઈ જશે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી લાંબા ગાળાની યોજના છે. જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના શિક્ષણ અને ભવિષ્ય વિશે નિશ્ચિંત થઈ શકો છો. આ માટે તમારે વધારે પૈસાનું રોકાણ કરવાની પણ જરૂર નથી. પહેલા નક્કી કરો કે જ્યારે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યારે તમારે તેના માટે કેટલા પૈસાની જરૂર છે. ચાલો તમને તેની સંપૂર્ણ ગણતરી સમજાવીએ.

દીકરીઓ માટે સરકારની મોટી યોજના

દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકારની આ એક લોકપ્રિય યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે પુત્રી 21 વર્ષની થશે ત્યારે આ યોજના મેચ્યોર થશે.

જો કે આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી લૉક કરવામાં આવશે. 18 વર્ષ પછી પણ તે આ સ્કીમમાંથી કુલ રકમના 50% ઉપાડી શકે છે. જેનો ઉપયોગ તે ગ્રેજ્યુએશન અથવા આગળના અભ્યાસ માટે કરી શકે છે. આ પછી તમામ પૈસા ત્યારે જ ઉપાડી શકાશે જ્યારે તે 21 વર્ષની થશે.

ફક્ત 15 વર્ષ માટે જ જમા કરવાના હોય છે પૈસા 

આ સ્કીમની સારી વાત એ છે કે તમારે આખા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી, ખાતું ખોલાવવાના સમયથી 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવાના રહેશે. જ્યા સુધી દીકરીની ઉંમર 21 વર્ષની ના થઈ જાય ત્યાં સુધી તે પૈસા પર વ્યાજ મળતું રહેશે.

હાલમાં સરકાર આના પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ યોજના ઘરની બે દીકરીઓ માટે ખોલી શકાય છે. જો જોડિયા હોય તો 3 દીકરીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

संबंधित पोस्ट

એક વર્ષમાં CNGના ભાવમાં 74%નો વધારો

Karnavati 24 News

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

Karnavati 24 News

કુકાવાવ-વડીયા તાલુકા ના જીથુડી ગામે સરકારશ્રી,દ્રારા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયલો

Karnavati 24 News

બેસ્ટ ઓર્ગેનાઇસઝર એવાર્ડ ઓફ અમદાવાદ

Admin

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News