Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજીબિઝનેસ

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

ફિનટેક કંપની ભારત પે અને અશનીર ગ્રોવરનો વિવાદ વધી રહ્યો છે. કંપનીના બોર્ડે અશનીરને તમામ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠક બાદ કંપનીએ એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી છે. આ સાથે જ કંપનીએ જણાવ્યુ કે ફાઇનાન્શિયલ મિસડીડને લઇને તે અશનીર ગ્રોવર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની છે.એક દિવસ પહેલા અશનીર ગ્રોવરે બોર્ડના નામે ઇમોશનલ લેટર લખીને રાજીનામુ આપ્યુ હતુ. અશનીર ગ્રોવરે રિઝાઇન કરતા લેટરમાં કેટલીક ભાવુક વાતો કરી હતી અને વર્તમાન બોર્ડ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે લખ્યુ હતુ, હું દુખ સાથે આ લેટર લખી રહ્યો છું કારણ કે મે જે કંપની બનાવી, મારે તેને છોડવી પડી રહી છે. જોકે, મને આ વાતનું ગૌરવ છે કે આજે ભારત પે ફિનટેકની દુનિયામાં લીડર છે. આ વર્ષની શરૂઆતથી જ મને અને મારા પરિવારને આધારહિન વાતોમાં ઉલજાવવામાં આવ્યા. કંપનીમાં જે પણ આવા લોકો છે, તે મારી છબી ખરાબ કરવા માંગે છે. તે કંપનીને પ્રોટેક્ટ કરવાનો દેખાવો ભરે કરી રહ્યા છે પરંતુ તે ભારત પેને પણ નુકસાન પહોચાડવા માંગે છે.

संबंधित पोस्ट

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News

આ કંપનીએ વાયર્ડ ઇયરફોન કર્યા લોન્ચ, જાણો શું છે કીંમત

Karnavati 24 News

ઈન્દોરના અંકિતની પહેલ, પીવાના પાણીની એક ક્લિક હોમ ડિલિવરી; 3 વર્ષમાં 6 મિલિયન ટર્નઓવર

Karnavati 24 News

ટ્વિટરે મસ્ક સાથે અધિગ્રહણની લડાઈ વચ્ચે શેરધારકોને મત આપવા માટે તારીખ કરી નક્કી

Karnavati 24 News

અદાણી વિલ્મરે ઇતિહાસ રચ્યો, લિસ્ટિંગના 3 મહિનામાં ₹1 લાખ કરોડની કમાણી

Karnavati 24 News

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

Karnavati 24 News
Translate »