દેશની
મોંઘવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈ, 2025માં –0.58 ટકા નોંધાયો છે. જે એપ્રિલ, 2023 બાદનો સૌથી ઓછો છે. સતત બીજા મહિને ફુગાવો નેગેટિવ
ઝોનમાં રહ્યો છે. સરકાર અનુસાર, ખાદ્ય પદાર્થો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, અને બેઝિક મેટલ્સના ભાવમાં ઘટાડો થયો છે. જથ્થાબંધ
ફુગાવો બે વર્ષના તળિયે પહોંચતાં આગામી સમયમાં લોકોના ખિસ્સા પર બોજો ઘટવાની
શક્યતા છે.
શાકભાજી
અને અનાજના ભાવમાં તોતિંગ ઘટાડાના કારણે મોંઘવારીમાં રાહત મળી છે. જુલાઈમાં ખાદ્ય
ચીજોનો જથ્થાબંધ ફુગાવો –0.96 ટકા નોંધાયો
હતો. જ્યારે ખનિજ તેલમાં જથ્થાબંધ ફુગાવો –1.98 ટકા રહ્યો હતો. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં WPI -2.56 ટકા રહ્યો હતો.
બેઝિક મેટલ્સમાં WPI -0.82 ટકા થયો છે.
જ્યારે કોલસા, વીજ અને ખનિજમાં
જથ્થાબંધ ફુગાવો –0.44 ટકા, -0.36 ટકા અને –1.08 ટકા સાથે વધ્યો છે.
તે ગ્રાહક ભાવ સૂચકાંક(CPI)થી અલગ છે કારણ કે CPI અર્થાત
રિટેલ મોંઘવારી સામાન્ય લોકો દ્વારા ખરીદેલી ચીજવસ્તુઓના ભાવને ટ્રેક કરે છે, જ્યારે WPI ફેક્ટરીઓમાંથી
ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે છે. WPI ડેટા વાણિજ્ય અને ઉદ્યોગ
મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. આ સૂચકાંકમાં ત્રણ મુખ્ય શ્રેણીઓ છે, પ્રાથમિક
વસ્તુઓ (જેમ કે ખાદ્ય વસ્તુઓ), બળતણ અને વીજળી અને ઉત્પાદિત પ્રોડક્ટસ. આ સૂચકાંકનું આધાર
વર્ષ 2011-12 છે.