Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વડોદરા: લોકોને લોભામણી સ્કીમમાં રોકાણ કરાવી 39 લાખ લઈ પોર્ટુગલ ભાગી જનારો માસ્ટર માઇન્ડ 5 વર્ષે ઝડપાયો

વડોદરામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાંચ વર્ષ પહેલા હજાર ઢોરનો તબેલો બનાવવાની સ્કીમમાં 3 ટકાનું વળતર આપવાનું કહીને રોકાણ કરાવી અનેક લોકોના રૂ.38.70 લાખ લઈ પોર્ટુગલ ફરાર થઈ જનારા માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરાઈ છે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, વર્ષ 2017-2019 દરમિયાન નસરીન, નીરજ કુમાર અને હેતૂક પટેલ નામના ત્રણ ભાગીદારોએ શહેરના સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા-વનમાં ઓફિસ રાખી હતી અને સિવંતા કેપિટલ અનમોલ ડેરી નામની ફર્મ શરુ કરી હતી. તેમણે લોકોને કહ્યું હતું કે સાવલી તાલુકામાં ગોઠડા ગામે હજાર ઢોરોનો તબેલો બનાવ્યો છે અને ત્યાં હાલ 70 ઢોર છે જ્યારે વધુ ઢોર માટે નાણાંની જરૂર છે. સાથે જ તેમણે કેટલાક લોકોને તબેલાની સ્કીમમાં રોકાણ કરવા બદલ 3 ટકાના વળતરની પણ લાલચ આપી હતી.

ગ્રાહકોને આપેલા ચેક બાઉન્સ થતા ભાંડો ફૂટ્યો

જો કે, તેમની લોભામણી વાતો અને સ્કીમમાં આવી કેટલાક લોકોએ રોકાણ કર્યું હતું. ગ્રાહકો પાસે રોકાણ કરાવ્યા બાદ થોડા સમય પછી આરોપીઓએ વળતર આપવાનું બંધ કર્યું હતું. ઉપરાંત, આરોપીઓએ જે ચેક ગ્રાહકોને આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. આથી છેતરપિંડીની જાણ થતા લોકોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે હવે, માસ્ટર માઇન્ડ હેતૂક પટેલની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પોર્ટુગલ ખાતે ભાગી ગયો હતો. પરત ફરતા બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડે તેને રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યો હતો અને મકરપુરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.

संबंधित पोस्ट

જામનગર માં ૩.૬૯ પાઈપ લાઈન ની ચોરી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી..

Admin

मंडी सिंघाड़े लेकर जा रहे टेंपो को ट्रैक्टर ने रौंदा।

Admin

EDએ મની લોન્ડરિંગ કેસમાં IREO વિરુદ્ધ કાર્યવાહી કરી, 1300 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી

Admin

લખનૌની હોટલમાં પ્રોપર્ટી ડીલરે ફાંસી લગાવી આત્મહત્યા: સુસાઈડ નોટમાં કહ્યું, મારા મોત અંગે પરિવારને જાણ ન કરો, અપશબ્દો હશે

Karnavati 24 News

મહેસાણા શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા ટેણીયા દ્વારા પાકીટની ચોરી કરી, ધટના CCTV માં કેદ થઈ

Admin

वनपाल की पूरी परीक्षा सवालों के घेरे में, अब तक ग्यारह लोगों को पकड़ा

Admin
Translate »