Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પૂત્રી મુમતાઝે આપ્યા રાજકારણમાં આવવાના સંકેતો

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પૂત્રી મુમતાઝ પટેલે રાજકારણાં જોડાવવાને લઈને સંકેત આપ્યા છે. રાજકારણમાં આવવાને લઈને મુમતાઝે કહ્યું હતું કે, ચાન્સ મળશે તો ભરુચમાંથી ચૂંટણી લડીશ. જેથી બની શકે છે કે, મુમતાઝ પટેલ આગામી સમયમાં ચૂંટણી પહેલા રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે. જો કે, અહેમદ પટેલ અત્યાર સુધી કોંગ્રેસમાં જ રહ્યા હતા ત્યારે મુમતાઝ પટેલે કોંગ્રેસ પાર્ટીને લઈને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ અંગે હાલ કોઈ વિગતે સ્પષ્ટતા નથી કરી.

કોંગ્રેસ માટે જેને પોતાનું જીવન આજીવન ખર્ચી નાખ્યું છે તેવા અહેમદ પટેલ કે જેઓ કોંગ્રેસના મોટા નેતા હતા. જેઓ રાજકિય વગ પણ કોંગ્રેસની અંદર ધરાવતા હતા. ત્યારે તેમના સ્વર્ગવાસ બાદ તેમના દીકરા ફૈઝલ પટેલને કોઈ પ્રોત્સાહન કોંગ્રેસ તરફથી આપવામાં નથી આવ્યું તે પ્રકારની વાત સામે આવી હતી. ફૈઝલ પટેલે કોંગ્રેસ તરફી આ કારણે નારાજગીને લઈને અગાઉ એપ્રિલ મહિનામાં ટ્વીટ કરીને દર્શાવી હતી. જો કે, કોંગ્રેસ તરફથી આ મામલે કોઈ પ્રોત્સાહનને લઈને નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ છોડવા માટેના ફૈઝલ પટેલે સંકેત અગાઉ આપ્યા હતા. મોવડી મંડળથી કોઈ પ્રોત્સાહન નથી મળતું, અહેમત પટેલના પૂત્ર ફૈઝલ પટેલે આ પ્રકારની વાત ટ્વીટ કરીને એપ્રિલમાં કહી હતી. ત્યારે ફરી મુમતાઝે રાજકારણાં જોડાવવાને લઈને સંકેત આપ્યા છે.

संबंधित पोस्ट

શિવસેનાએ પોતાના બળવાખોર ધારાસભ્યોને ફરી ચેતવણી આપી અને ભાજપ પર પ્રહાર કર્યા

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા

Karnavati 24 News

જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, આજે આવેદન પત્ર ભર્યા બાદ એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

Admin

શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રમાં નવી સરકાર સ્વપ્ન સમાન છે, સમયસર સાવચેત રહો’

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News
Translate »