Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

પોરબંદર-છાંયા નગરપાલિકાનું વર્ષ ર૦રર-ર૩નું ૧,૭૮,૭૪,૦૪૦ની પુરાંતવાળું બજેટ રજૂ : છાંયા રણનું બ્યુટીફિકેશન અને સી-વ્યુ મોલ બનાવવાનાં પાલિકાનાં સપનાંઓ

પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાનું સતત બીજુ બજેટ આજે રજુ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનાં વિકાસનાં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરની જનતાને સી વ્યુ મોલ અને છાંયા રણનાં બ્યુટીફિકેશનનાં સપના બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફુટફાટ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા થયાંને એક વર્ષ પુર્ણ થવાને આરે છે. ગત વર્ષે પણ આ પાલિકાને બજેટ રજુ કર્ય હતું. આ ૮ માર્ચનાં રોજ પાલિકાએ બીજુ બજેટ રજુ કર્યુ છે. પોરબંદર નગરપાલિકા નવા અઘ્યતન બિલ્ડીંગનાં સભાખંડમાં પોરબંદર-છાંયા નગરપાલિકાનું  બજેટ રજુ કરવામા આવ્યું હતું. પાલિકાનાં પ્રમુખ સરજુભાઇ કારીયા, એજયુકેટીવના ચેરમેન શૈલેષભાઇ જોષીની ઉપસ્થિતિમાં સુધરાઇ સભ્ય મોહનભાઇ મોઢવાડીયાએ સતત ૮મું બજેટ રજુ કર્યુ હતું. પોરબંદર શહેરમાં વિકાસનો ચહેરો આ બજેટમાં રજુ કરવામાં આવ્યો છે. પાલિકાની બજેટની આંકડાકિય વિગતો જોઇએ તો સામાન્ય સભામાં રજુ થયેલા બજેટમાં સંભવીત સીલક સહિતનું કુલ (રેવન્યુ તથા ગ્રાન્ટ ઉપજ કેપીટલ ઉપજ સહિત ) રૂા. ૩૭૬૪૩૪૯૬૨૪ અને કુલ ખર્ચ (રેવન્યુ તથા કેપીટલ ગ્રાન્ટ) રૂા.૩૭,૪૬,૫૫૦,૫૮૦ની જોગવાઇ સાથે બંધ સિલક રૂા.૭પ૦૦૦ સહિત રૂા.૧,૭૮, ૭૪,૦૪૪ની પુરાંતવાળું  બજેટ રજુ કરવામાં આવ્યું. હવે આ બજેટ ઉપર નજર કરીએ તો સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના તથા ૧૪ અને ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી શહેરમાં જુદા- જુદા ૬૪ વિસ્તારોમાં ડામર રોડ, પેવર બ્લોક, સીસીરોડ, મેટલ રોડ અને બાકી વિસ્તારોમાં ભુગર્ભ ગટરનાં મેન હોલ તથા હાઉસ ચેમ્બર બનાવવાનું તેમજ ગાર્ડન ડેવલોપમેન્ટ પીવાનાં પાણીની પાઇપ લાઇન, વરસાદી પાણીનાં નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડે્રઇનના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કામો હાલ પ્રગતિમાં છે. જે હાલ ખાપટ તથા ધરમપુર વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના માટે ૩૪.૧૮ કરોડની રકમ મંજુર કરવામાં આવી છે.
અન્ય કામોમાં અમૃતમ યોજના હેઠળ ભુગર્ભ ગટર યોજના માટે ગંદાપાણીનાં સુધારણા કામ પ્રગતિ હેઠળ છે. જેમાં બ્રહમાકુમારી પાસે પાણીનાં ટાંકીનાં બાજુમાં ગાર્ડન બનાવવાનું કામ પુર્ણ કરવામાં આવ્યું છે. બોખીરા ખાતે ૨૬.૨પ કરોડમાં એસ.ટી.પી. બનાવવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત વધુ પાંચ પાર્ક અને ગાર્ડન બનાવવાની કામગીરી હાથ ધબરવામાં આવશે. જેમાં ચોપાટી પાસે ઓશીયેનીક હોટેલ પાસે ગાર્ડન બનાવવાનું કામ પુર્ણ થયું છે. પોરબંદરનાં જુદા-જુદા વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર, ડે્રઇન તથા ફુટપાટ બનાવવાનું કામ પુર્ણ કરવામાં આવ્યું છે. તેમજ પાણી સપ્લાય પ્રોજેકટ રૂા.૪૦.૮૯ કરોડ મંજુર થયાં છે. છાંયા રણ સ્ટ્રોમ વોટર ડે્રઇન પાઇપ  સાથે પંપીંગ સ્ટેશનનું કામ રૂા.૪.૮૩ કરોડનું મંજુર થયેલ છે. જે પ્રગિતમાં  છે. આ ઉપરાંત સી વ્યુ શોપીંગ મોલ બનાવવાનું આયોજન છાંયા-રણ નંબર ૩ પાટા પછી નવાપરા સુધી તળાવ બ્યુટીફિકેશનનું કામનું આયોજન કરવામાં આવ્યું છે. જલ સે નલ યોજના અન્વયે પોરબંદર વિસ્તારમાં પાણી પુરવઠાની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અંગેની કામગીરીનો પ્રોજેકટ મંજુરી પ્રકિયા હેઠળ છે. તદ ઉપરાંત પોરબંદર-છાંયા નગરપાલિકામાં ૧ થી ૧૩ વોર્ડની અંદર રોડ સાઇડ ફુટપાટ બનાવવામાં આવશે. આ બજેટમાં એવી પણ વિગતો જાહેર કરવામાં આવી હતી કે નરગપાલિકાનાં આવકનાં સ્ત્રોત ઉભા કરવા માટે શોપીંગનું સેન્ટરનું આયોજન કરવામા આવ્યું છે. તેમજ જુદી-જુદી સંસ્થાઓને તેમની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા જરૂરી સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલિકાનાં આ વખતનાં બજેટમાં કરવેરામાં કોઇ વધારો કર્યો નથી. પોરબંદર-છાંયા નગરપાલિકાનું આજે બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં શહેરનાં વિકાસ માટે કરોડો રૂપિયાનાં ખર્ચે વિવિધ આયોજનો કરવામાં આવ્યું છે. તેમજ પ્રજા ઉપર કરવેરાનો કોઇ બોજો પણ નાંખવામાં આવ્યો નથી. નગરપાલિકા દ્વારા આ બજેટમાં પ્રજાને સી વ્યુ હોલ તેમજ છાંયાનાં રણનાં બ્યુટીફિકેશન માટેનાં સપના દેખાડવામાં આવ્યાં છે. જોકે આ સપનાઓ કયારે સાકાર થશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. તો પોરબંદરમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તે ખાપટ અને ધરમપુર ગામ ભુગર્ભ ગટરનાં અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો. આ બજેટમાં ખાપટ અને ધરમપુર માટે ભુગર્ભ ગટર યોજના માટે કરોડો રૂપિયાની રકમ મંજુર કરવામાં આવી છે. શહેરીજનોને ફરવા લાયક વધુ એક સ્થળ મળશે. છાંયા-રણનું બ્યુટિફીકેશન કરવામાં આવશે.તો શહેરનાં દરેક વોર્ડમાં રોડની સાઇડમાં ફુટપાથ પણ બનાવવામા આવશે. આ ઉપરાંત નગરપાલિકાએ બજેટમાં અનેક નાના-મોટા કામોનું આયોજન કર્યુ છે. હવે આ બજેટ પ્રજાના મતે કેવું રહેશ તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે.

संबंधित पोस्ट

બ્રેકિંગ :- બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી

Karnavati 24 News

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

પાટણ જિલ્લામાં આયોજિત રોજગાર ભરતી મેળામાં ૩૭૨ ઉમેદવારોની પસંદગી કરાઈ

Karnavati 24 News

લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની : PM મોદી અને ગૌતમ અદાણી લખનૌ પહોંચ્યા, યુપીની અર્થવ્યવસ્થાને 1 લાખ કરોડ બનાવવા પર ભાર

Karnavati 24 News

પાટણના માતરવાડીમાં 10 લાખના ખર્ચે બોર બનાવવાનું ભૂમિ પૂજન કરાયું

Karnavati 24 News

ઊનાનાં ચાંચકવડ રોડ પાસે ફોટા કેમ પાડ્યા કહી યુવાન પર છરી વડે હુમલો

Karnavati 24 News