Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજીબિઝનેસ

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

ફિનટેક કંપની ભારત પે અને અશનીર ગ્રોવરનો વિવાદ વધી રહ્યો છે. કંપનીના બોર્ડે અશનીરને તમામ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠક બાદ કંપનીએ એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી છે. આ સાથે જ કંપનીએ જણાવ્યુ કે ફાઇનાન્શિયલ મિસડીડને લઇને તે અશનીર ગ્રોવર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની છે.એક દિવસ પહેલા અશનીર ગ્રોવરે બોર્ડના નામે ઇમોશનલ લેટર લખીને રાજીનામુ આપ્યુ હતુ. અશનીર ગ્રોવરે રિઝાઇન કરતા લેટરમાં કેટલીક ભાવુક વાતો કરી હતી અને વર્તમાન બોર્ડ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે લખ્યુ હતુ, હું દુખ સાથે આ લેટર લખી રહ્યો છું કારણ કે મે જે કંપની બનાવી, મારે તેને છોડવી પડી રહી છે. જોકે, મને આ વાતનું ગૌરવ છે કે આજે ભારત પે ફિનટેકની દુનિયામાં લીડર છે. આ વર્ષની શરૂઆતથી જ મને અને મારા પરિવારને આધારહિન વાતોમાં ઉલજાવવામાં આવ્યા. કંપનીમાં જે પણ આવા લોકો છે, તે મારી છબી ખરાબ કરવા માંગે છે. તે કંપનીને પ્રોટેક્ટ કરવાનો દેખાવો ભરે કરી રહ્યા છે પરંતુ તે ભારત પેને પણ નુકસાન પહોચાડવા માંગે છે.

संबंधित पोस्ट

ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો ચાલુ: બિટકોઈન 61 હજાર અને ઈથેરિયમમાં અઢી હજાર રૂપિયાથી વધુનો ઘટાડો, ડોજકોઈન અને યુએસડીનો સિક્કો વધ્યો

Karnavati 24 News

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નિફ્ટીમાં 200 પાેઈન્ટ કડાકો, સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટ સુધીનો કડાકો

Karnavati 24 News

BSNLની ધમાકેદાર ઓફર! નજીવી કિંમતે 425 દિવસ માટે દરરોજ અમર્યાદિત ડેટા મેળવો અને ઘણું બધું

Karnavati 24 News

ગાડા માર્ગ ને પાકા માર્ગ બનાવામાં આવશે

Karnavati 24 News

બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી

Admin

Gmail યુઝર્સ માટે Google ની ચેતવણી! નવા સ્કેમથી હોબાળો, ચોરી થઈ જશે બધા પૈસા અને ડેટા