Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

સહારાના રણમાં બરફવર્ષા, વૈજ્ઞાનિકો આ ઘટનાને ગણાવી રહ્યા છે ખતરાની ઘંટડી

દુનિયાના સૌથી ગરમ સ્થળોમાં સ્થાન પામતા સહારાના રણમાં પડેલા બરફની આજકાલ ભારે ચર્ચા ચાલી રહી છે.

સહારાનુ વિશાળ રણ અગિયાર દેશોમાં ફેલાયેલુ છે.ગ્લોબલ વોર્મિંગના કારણે રણનો વિસ્તાર વધી રહ્યો છે.રણના વિસ્તારમાં 10 ટકા જેટલો વધારો છેલ્લા કેટલાક વર્ષોમાં થઈ ચુકયો છે.સહારાના રણમાં 180 મીટર સુધીની ઉંચાઈના રેતીના ઢુવા જોવા મળતા હોય છે.અહીંયા મહત્તમ 58 ડિગ્રી સુધી તાપમાન નોંધાયેલુ છે.તેવામાં આટલી સુકી જગ્યામાં બરફ પડવાની ઘટનાએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે.

સહારામાં કેટલાક હિસ્સામાં ટેમ્પરેચર ઝીરો ડિગ્રીથી નીચે જતુ રહ્યુ હતુ અને બરફ પડવા માંડ્યો હતો.42 વર્ષોમાં અહીંયા પાંચ વખત બરફ પડયો છે.2021માં પણ કેટલીક જગ્યાયે બરફ વર્ષા થઈ હતી.

દરમિયાન બરફ પડવાના કારણે ટેમ્પરેચર માઈનસ બે ડિગ્રી સુધી ગયુ હતુ.સોશિયલ મીડિયા પર બરફની તસવીરો વાયરલ થઈ રહી છે.

જાણકારો આ બદલાવ માટે ક્લાઈમેટ ચેન્જને કારણભૂત માની રહ્યા છે.સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ જેવા કારણોથી સહારા જેવી જગ્યાઓએ ઠંડી હવાઓ ફૂંકાવાની શક્યતા વધી ગઈ છે.

संबंधित पोस्ट

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News

નોઇડામાં માલિકોએ 14 કૂતરાઓને રસ્તા પર બાંધ્યા; કહ્યું- હવે કુતરાઓને પાળવા નથી માંગતા

Karnavati 24 News

રશિયાનો જાસૂસ બન્યો દેશનો રાષ્ટ્રપતિ, જાણો રશિયાની સત્તા સુધી કેવી રીતે પહોચ્યા વ્લાદિમીર પુતિન?

Karnavati 24 News

UN દ્વારા પહેલીવાર હિન્દીનો ઉલ્લેખ કરીને બહુભાષીવાદ પર ઠરાવ અપનાવ્યો

Karnavati 24 News

વાઇટ હાઉસનું ટોયલેટનું ફ્લશ દસ્તાવેજોથી જામ થઈ ગયું, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યા આરોપ

Karnavati 24 News

ચીનમાં પૂરની તબાહી: 15ના મોત, 3 ગુમ; રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો

Karnavati 24 News