ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે સતત ચર્ચામાં રહેતા હતા પરંતુ રાષ્ટ્રપતિ બાદ પણ કોઈક ને કોઈક વાતને લઈને ચર્ચામાં રહેતા આવ્યા છે. તેમની સુખ સાહેબી અને તેમનો શોખ આ બાબતને લઈને તેઓ ચૂંટણી પહેલા પણ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ પદ ગુમાવી ફરીથી વિવાદમાં સાથે જોડાયેલા જ રહ્યા છે.
અમેરિકામાંથી કંઈક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકામાં પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે વાઈટ હાઉસમાં દસ્તાવેજો ટોયલેટમાં ફ્લશ કરી ફેકી દીધા છે જેને કારણે ટોયલેટ ના ફ્લશ જામ થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રેમ્પ પર અત્યારે આ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ સત્ય શું છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કોઈ તરફથી સામે નથી આવી આ ફક્ત આરોપો લગાવાયા છે. કાર્યવાહી પણ કદાચ આગામી સમયમાં થાય તો નક્કી નહીં.
કેમકે દસ્તાવેજો કેટલાક જરૂરી પણ હોવાથી તે અંગેનો વિવાદ પણ ઉભો થઈ શકે છે. આ ઉપરાંત આર્કાઇવ સાથે જ જોડાયેલી આ બાબત હોવાથી તેને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ ઉપરાંત ફ્લોરિડામાં અન્ય જરૂરી દસ્તાવેજો મોકલવાનો પણ આરોપ લાગ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એ જ્યારે વાઇટ હાઉસ છોડ્યું ત્યારે તેમની પાસે અલગ અલગ બોક્સ પણ તેઓ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બોક્સની અંદર જરૂરી દસ્તાવેજો પણ હોઈ શકે છે. તે પ્રકરની વાતો પણ વહેતી થઈ છે. આ ઉપરાંત પ્રેસિડેન્ટ માટે અલગથી કમ્યુનિકેશન માટેની વ્યવસ્થા હોય છે પરંતુ પોતાનો જ ફોન ઉપયોગ કરી રહ્યા હતા તેવી વાતો પણ સામે આવી છે.