Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની હવામાનની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું, ખેતીને નુકશાન

ગરમીના માહોલમાં ભર્યા ઉનાળાની શરુઆતથી 4થી 6 માર્ચ વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અત્યારે ગરમીની શરુઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીની વચ્ચે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. ખેડૂતોનો પાક અણીએ ઉભો છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ખેતીમાં મોટું નુકશાન પણ કરી શકે છે. ખાસ કરીને કમોસમી વરસાદથી ઉભા પાકને નુકશાનની ભિતી છે ત્યારે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં ગરમી વચ્ચે વરસાદ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. માવઠાની અસરથી  ખેતીના પાકને નુકશાન થાય તેવી ભિતી છે. ચારથી 6 માર્ચ વચ્ચે આગાહી કમોસમી વરસાદને લઈને કરવામાં આવી છે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે આ વિસ્તારોના કેટલાક જિલ્લામાં આ કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ કારણે કમોસમી વરસાદ પડી શકે છે
બંગાળની ખાડી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રીય થઈ હોવાથી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અગાઉ શિયાળામાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ક્યાંક કેટલાક તાલુકા અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક ઋતુમાં આ પ્રકારે વરસાદી માહોલ પણ રહેતા ખેતીના પાકને નુકશાન થઈ શકે છે.

संबंधित पोस्ट

एअरफोर्स के दो फाइटर प्लेन आपस में टकराए, दो जनों की मौत

Admin

Forest Research Institute ने ग्रुप C 72 पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, यहां से करें अप्लाई देखें योग्यता।

Admin

૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

Admin

महाराष्ट्र: अमिताभ बच्चन, धर्मेंद्र और मुकेश अंबानी के घर को बम से उड़ाने कि मिली धमकी, एक कॉल से मच गया हड़कंप

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે પાકિસ્તાન! ભીખ માંગીને ચાલી રહ્યું છે ગુજરાન, નેતાઓને કોઈ ફરક નથી પડતો!

Admin