Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતગુનો

ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરીને રાજ્યની કાયદા વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. જો કે, પોલીસ દ્વારા કાર્યવાહી કરી છાશવારે બુટલેગરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી થતી હોય છે અને અવારનવાર પોલીસ દ્વારા દારૂ અને બુટલેગર પકડાયા હોવાના સમાચાર મળતા હોય છે. ત્યારે હવે, એવા જ એક સમાચાર પાટનગર ગાંધીનગરથી આવ્યા છે.

માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે મોનિટરિંગ સેલે પાડેલા આ દરોડામાં હજારો લીટર દારૂનો સફાયો કરાયો છે અને સાથે જ દેશી દારૂ બનાવવા માટે વપરાતો 7, 600 લીટર વોશ પણ જપ્ત કરાયો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. આથી પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

વોન્ટેડ આરોપીઓની શોધખોળ 

સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બોરસના ગામથી પલસાણા ગામ જવા તરફના રોડ પર દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી રહી છે. આથી સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી. જોકે હવે પોલીસે ગુનો નોંધી પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

संबंधित पोस्ट

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

Karnavati 24 News

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin

ફારૂક મન્સૂરીની તપાસમાં હાલારી જૂથનું કૌભાંડ ખુલ્યુ . . .

Karnavati 24 News

અમદાવાદથી બાઈક પર રોડા ગામે આવતા યુવકનું કારની ટક્કરથી મોત

Karnavati 24 News

परिवीक्षा अधिकारी हेमंत पाटीदार को 20 हज़ार की रिश्वत लेते रंगे हाथों पकड़ा

Admin

મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ ઉપર ખુલ્લા ખેતર માંથી આજરોજ અઢી વર્ષીય બાળકી ની હત્યા થયેલી લાશ મળી, જિલ્લા પોલીસ ધટના સ્થળે પહોંચ્યા

Karnavati 24 News