Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વડોદરા: સ્કોર્ડન લીડર પતિ પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- પિતા બનવા અસક્ષમ હોવા છતાં…

વડોદરાથી એક ચોંકાવનાર સમાચાર આવ્યા છે. અહીં, દરજીપુરા વિસ્તારના એરફોર્સ સ્ટેશન ખાતે એક પત્નીએ તેના સ્કોર્ડન લીડર પતિ સામે મારઝૂડ અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. સાથે પત્નીએ સ્કોર્ડન લીડર પતિ પર શારિરીક બીમારી છુપાવી લગ્ન કર્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આ અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વેલેન્ટાઇનના દિવસે જ પરિણીતાને માર માર્યો

ફરિયાદ મુજબ, પરિણીતા મૂળ બિહારના પટનાની રહેવાસી છે અને તેના લગ્ન દિલ્હી ખાતે ઇશાન ડાગર (મૂળ રાજસ્થાન) સાથે વર્ષ 2018માં સમાજના રીતરિવાજ સાથે થયા હતા. ઇશાન ડાગર છેલ્લા સાડા ત્રણ વર્ષથી વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં સ્કોર્ડન લીડર તરીકે ફરજ બજાવે છે. બંનેને લગ્નજીવનથી કોઈ સંતાન નથી. વેલેન્ટાઇનના દિવસે સાંજે પતિ ઇશાન બહારથી આવ્યો હતો અને પરિણીતા સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ઇશાને પરિણીતાને મોઢાના ભાગે બે મુક્કા પણ માર્યા હતા. આથી પરિણીતાએ પહેલા એરફોર્સ સ્ટેશન અને ત્યાર બાદ પોલીસ કંટ્રોલમાં આ અંગેની જાણ કરી હતી. જોકે પરિણીતાએ માત્ર અરજી જ કરી હતી.

શારિરીક બીમારી છૂપાવ્યા હોવાનો આરોપ

પરંતુ, પતિ ઇશાનની હેરાનગતિ યથાવત રહેતા આખરે કંટાળીને પરિણીતાએ હરણી પોલોસી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, ઇશાન પહેલા પણ તેણી સાથે મારઝૂડ કરતો હતો, જેથી કંટાળીને તે તેના પિયર બિહાર જતી રહી હતી. જોકે, દોઢ વર્ષ બાદ સમજૂતી થતા પતિના ઘરે વડોદરા આવી હતી. પરિણીતાએ એવો પણ આરોપ લગાવ્યો કે, પતિ લગ્ન પહેલાથી જ પિતા બનવા સક્ષમ ન હતા છતાં તેમણે આ વાત છૂપાવીને રાખી હતી. તેમ જ સારવાર પણ કરાવી નથી. પરિણીતાની ફરિયાદ બાદ હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

Karnavati 24 News

અમદાવાદ: CTM ઓવરબ્રિજ બન્યું સુસાઇડ પોઈન્ટ! ફરી એક યુવતીએ પડતું મૂક્યું, ઘટના CCTVમાં કેદ, 23 દિવસમાં ત્રીજો બનાવ

Admin

શુક્રવારે ગોધરા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Karnavati 24 News

रतलाम के सैलाना कस्बे में माइक की आवाज कम करने को लेकर विवाद

Admin

સુરત: સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1ની ધરપકડ

Admin

Crime : તાપી જિલ્લામાં ચોરીના ત્રણ જુદાજુદા બનાવો નોંધાયા, સોનગઢના મોટાબંધરપાડામાં ચોરી કરનાર પકડાયો

Admin