Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
social/viral

વડોદરા: 4 લોકો લીફ્ટમાં નીચે ઉતરતા હતા, અને અચાનક જ…

ગુજરાતમાં ગયા વર્ષે લીફ્ટ તૂટવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, કે જેમાં લીફ્ટ તૂટી પડી છે. વડોદરામાં એક લીફ્ટ પડવાની ઘટના સામે આવી છે, જો કે કોઈ જાનહાની નથી થઈ.

વડોદરાના વાઘોડિયા રોડ પર એક એપોર્ટમેન્ટમાં લીફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. લીફ્ટ ત્યારે તૂટી પડી જયારે 4 લોકો લીફ્ટમાં ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા. અચાનક જ લીફ્ટનો તાર તૂટી પડ્યો અને લીફ્ટ બીજા માળેથી સીધી નીચે પટકાઈ હતી. લીફ્ટમાં હાજર વ્યક્તિઓને આ ઘટનામાં નાની-મોટી ઈજાઓ થઈ છે, જો કે કોઈની હાલત ગંભીર નથી.

ફાયર બ્રિગેડને બોલાવીને અંદર ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે મેન્ટેનન્સના અભાવે લીફ્ટ તૂટી પડી હતી. ફાયર બ્રિગેડને લીફ્ટની ચેઈન પણ તૂટેલી હાલતમાં મળી આવી છે. આ ઘટનાને પગલે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે ક્કોઈ મોટી દુર્ઘટના થવાથી ટળી ગઈ હતી. પણ જો મોટી દુર્ઘટના ઘટી હોત તો એનું જવાબદાર કોણ હોત? આવી બેદરકારી પાછળ જવાબદાર કોણ? શા માટે આવી ઘટનાઓ વારંવાર બને છે? આવા ઘણા સવાલો આ ઘટના પછી ઉઠી રહ્યા છે.

संबंधित पोस्ट

फरीदाबाद: चुने हुए प्रतिनिधियों के साथ समन्वय बनाकर काम करें अधिकारी: कृष्ण पाल गुर्जर

Karnavati 24 News

महाराष्ट्र: सुप्रसिद्ध विठ्ठल मंदिर में 1 टन अंगूर से की थी सजावट, लेकिन आधे घंटे में ही सारे अंगूर गायब! चमत्कार या फिर कुछ और?

Admin

બીલખામાં પ્રસિદ્ધ ચેલૈયા ધામ ખાતે આજથી રામકથા ચરિત માનસ જ્ઞાનયજ્ઞ

Admin

કચ્છના સફેદ રણમાં યોજાનારી જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા પધારેલા વિદેશી ડેલિગેટ્સનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત…

Admin

મોરબી વોર્ડ નંબર 2 ના દલિત અને મુસ્લિમ યુવાનોએ ધારાસભ્ય નું ફૂલહાર થી કર્યું સ્વાગત

Admin

પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી

Karnavati 24 News