Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

જાણી લેજો / 10 વર્ષ જૂનું Aadhaar Card થઈ ગયું છે ઈનવેલિડ! જાણો અપડેટ કરવાની રીત

Aadhaar Card Update: આપણી પોતાની ઓળખ સાથે જોડાયેલા આધાર કાર્ડ વિના આજે જીવવું મુશ્કેલ છે. બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને મોબાઈલ સિમ ખરીદવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ જો અચાનક તમારું આધાર કાર્ડ અમાન્ય થઈ જાય તો શું? હકીકતમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લોકોને આધાર કાર્ડ અપડેટ કરવાની અપીલ કરી છે. UIDAIએ એવા લોકોને વિનંતી કરી છે કે જેમના આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેઓ તેમના આધાર કાર્ડને અપડેટ કરાવે. સરકારી ડેટાબેંકમાં માહિતીની ચોકસાઈ જાળવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

જાણો કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરવું ( Aadhaar Card Update ) 

તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમે નજીકના લોક કલ્યાણ કેન્દ્ર પર જઈ શકો છો અથવા તમે ઘરે બેઠા ઓનલાઈન myAadhaar પોર્ટલ દ્વારા કરી શકો છો. UIDAI દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારી અને બિન-સરકારી સેવાઓ અને સુવિધાઓનો લાભ લેવા માટે તમારા આધારમાં દસ્તાવેજો અપડેટ રાખવા જરૂરી છે. તમારે આધાર અપડેટ કરવા માટે થોડી ફી પણ ચૂકવવી પડી શકે છે, જે 25 રૂપિયા ઓનલાઈન અને 50 રૂપિયા ઓફલાઈન છે. UIDAIએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે આ કામ માટે તમે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ એટલે કે SSUPમાં તમારું એડ્રેસ ઓનલાઈન અપડેટ કરી શકો છો. જ્યારે અન્ય વિગતો માટે જેમ કે ઈમેલ, મોબાઈલ નંબર, લિંગ, જન્મ તારીખ, સરનામું અથવા નામ જેવી ડેમોગ્રાફિક ડિટેલ્સ માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લેવી પડશે.

  • તેના માટે UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર વિઝિટ કરો
  • અહીંયા myAadhaar ટેબ હેઠળ Update Demographics Data & Check Status પર ક્લિક કરો
  • અહીંથી myaadhaar.uidai.gov.in પર જાવ
  • તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો
  • રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી આવશે
  • અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો
  • ‘Proceed to Update Aadhaar’ પર ક્લિક કરો
  • જે જાણકારી અપડેટ કરવી છે, તેના પર ક્લિક કરો
  • હવે ‘Proceed to Update Aadhaar’
  • તમારી રિક્વેસ્ટ સબમિટ કરો

संबंधित पोस्ट

સાવધાન / AC કોચમાં મુસાફરી કરતા લોકો માટે નવો નિયમ, આ ભૂલ કરી તો નહીં કરી શકો મુસાફરી

Admin

ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ

Admin

UPI से ट्रांजेक्शन होगा महंगा, 2000 रुपये से ज्यादा के पेमेंट पर एक्स्ट्रा चार्ज की तैयारी

वैश्विक बाजार के चलते भारतीय शेयर मार्केट में सुधार, निफ्टी 17107 के ऊपर बंद

Karnavati 24 News

अडानी ग्रूप को एक और झटका, ICRA ने ग्रुप के पोर्ट्स और एनर्जी बिजनेस को निगेटिव रेटिंग दी

Karnavati 24 News

સરકારી જારી કર્યો નવો આદેશ: જો 10 વર્ષ જૂનું થઈ ગયું છે આધાર કાર્ડ તો પતાવી લો આ કામ, નહીંતર….

Karnavati 24 News