Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

સરકારી જારી કર્યો નવો આદેશ: જો 10 વર્ષ જૂનું થઈ ગયું છે આધાર કાર્ડ તો પતાવી લો આ કામ, નહીંતર….

Aadhaar Card: આજના સમયમાં ભારતમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ દ્વારા ઘણી વસ્તુઓ સરળતાથી કરી શકાય છે. સાથે જ અનેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેની સાથે જ સરકાર દ્વારા આધાર કાર્ડને લઈને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. જેનો લાભ લોકોને પણ મળવાનો છે.

ત્રણ મહિના સુધી ફી માફ

હકીકતમાં, ભારતમાં લાખો લોકોને ફાયદો કરાવવાના ઉદ્દેશ્યથી ‘જન – કેન્દ્રિત – કદમ’માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર પોર્ટલ પર તેમના દસ્તાવેજની વિગતો અપડેટ કરવા માટે નિવાસીઓ માટે 50 રૂપિયા ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે માહિતી આપી હતી કે, મફત સેવા આગામી ત્રણ મહિના એટલે કે 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી ઉપલબ્ધ છે.

સેવા ફક્ત myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ

જો કે, નવી સુવિધા ફક્ત myAadhaar પોર્ટલ દ્વારા ફેરફાર કરનારાઓ માટે જ ઉપલબ્ધ છે, જ્યારે આધાર કેન્દ્રો પર ફિઝિકલી અપડેટ માટે જનારાઓ માટે અત્યારે પણ ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. જો વસ્તી વિષયક વિગતો (નામ, જન્મ તારીખ, સરનામું વગેરે) બદલવાની જરૂર હોય, તો રહેવાસીઓ નિયમિત ઓનલાઇન અપડેટ સેવાનો ઉપયોગ કરી શકે છે અથવા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકે છે. આવા કિસ્સાઓમાં સામાન્ય શુલ્ક લાગુ થશે.

ફોન નંબર બદલવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે

જો કે, ફોન નંબર બદલવા માગતા લોકોએ ફિઝિકલ રીતે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને ફી તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. એવા રહેવાસીઓ માટે કે જેમના આધાર કાર્ડ 10 વર્ષથી વધુ સમય પહેલા જારી કરવામાં આવ્યા હતા અને તેઓએ ક્યારેય તેમનો UID અપડેટ કર્યો નથી, UIDAI તેમને વસ્તી વિષયક વિગતોને ફરીથી ચકાસવા માટે દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

દર 10 વર્ષે અપડેટ કરાવવું જરૂરી

Aadhaar Enrolment and Update Regulations, 2016 મુજબ આધાર નંબર ધારકો, આધાર માટે નોંધણીની તારીખથી ઓછામાં ઓછા દર 10 વર્ષમાં એકવાર POI અને POA દસ્તાવેજો સબમિટ કરીને આધારમાં તેમના સહાયક દસ્તાવેજોને અપડેટ કરી શકે છે, જેથી તેમની જાણકારીની સતત ચોકસાઈની ખાતરી કરી શકાય.

संबंधित पोस्ट

LIC के शेयरों में बड़ी गिरावट, अडानी संकट की वजह से दबाव में बीमा कंपनी के शेयर!

Admin

જાણવા જેવુ / શું તમે 100 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલી આ રસપ્રદ વાત જાણો છો? 99 ટકા લોકોને નહીં હોય માહિત

Admin

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

Admin

ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ

Admin

UPI से ट्रांजेक्शन होगा महंगा, 2000 रुपये से ज्यादा के पेमेंट पर एक्स्ट्रा चार्ज की तैयारी

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ સેવિંગ માટે છે ખૂબ જ ઉપયોગી, તમને ઉત્તમ વળતર અને કર લાભો મળે છે

Admin