Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વ- સહાયજુથ માટેના ‘કેશ ક્રેડિટ કેમ્પ’ ને રાજય શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

ગ્રામ્ય કક્ષાના જીવનને ઘબકતું રાખવાનું અને મહિલાઓને પગભર બનાવવાનું ઉમદા કાર્ય સખી મંડળ થકી થઇ રહ્યું છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ સ્વ- સહાય જૂથ માટેના કેશ ક્રેડિટ કેમ્પમાં રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ જણાવ્યું હતું.

 રાજય શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ કેશ ક્રેડિટ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની સખી મંડળની બહેનો સાથે સંકલન કરીને તેમને પગભર બનાવવાનો આ ઉમદા પ્રયાસ છે. મહિલાઓ કોઇપણ ઘરનો મુખ્ય આઘારસ્તંભ છે. તેઓ શિક્ષિત અને પગભર હશે, તો તે ઘર ખૂબ ઝડપી સાઘન-સંપન્ન થશે. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને દીકરા- દીકરી વચ્ચે ભેદ ન રાખી બન્નેને સમાન શિક્ષણ આપવા માટે પણ અપીલ કરી હતી.
 ગ્રામ્ય જીવનની અને તેની સંસ્કૃતિનો મને ખ્યાલ છે, તેવું કહી રાજય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય જીવનમાં માનવતાનો અહેસાસ થાય છે. એક ઘરે આવેલ દુ:ખ અને સુખના પ્રસંગને સૌ કોઇ સહભાગી બને છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં અબ્રાહ્મ લિંકન, ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેવા અનેક લીડરનું જીવનનું ઘડતર ગ્રામ્ય કક્ષાએ થયું છે.
 આ દુનિયામાં કોઇપણ કામ અશક્ય નથી, તેવું કહી તેમણે સખી મંડળની બહેનોને જણાવ્યું હતું કે, મહિલાઓને પગભર બનાવવા માટે આ સરકારના શાસનમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેના થકી અનેક મહિલાઓ પગભર બની છે. આ સરકારના શાસનમાં માનવતા સાથે અંત્યોદય વ્યક્તિના વિકાસને ઘ્યાનમાં રાખી યોજનાઓનું અમલીકરણ સુચારું રીતે કરવામાં આવી રહ્યું છે.
 આજે ગાંધીનગર ખાતે યોજાયેલ સ્વ- સહાય જૂથો માટેનો કેશ ક્રેડિટ કેમ્પ ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ૧૦૭ જેટલા સ્વ-સહાય જૂથોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ સ્વ સહાયજૂથનો માટે રૂપિયા ૧ કરોડ ૫૫ લાખથી વઘુની સહાયની મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે ૧૦ સ્વ સહાય જૂથનોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ બીસી સખી નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યો હતા.
 આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વેશ વ્યાસે કર્યું હતું.

संबंधित पोस्ट

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

Admin

૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

Admin

બાટવા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા લોકો રામ ભરોસે, તંત્ર મૂક પ્રેક્ષક

Admin

ગુજરાત સરકાર વીજબિલ નો ભાવવધારો તાત્કાલીક પાછો ખેંચેઃ પોરબંદર કોંગ્રેસ

Admin

मध्यप्रदेश: भोपाल, इंदौर समेत कई जिलों में ठंड का कहर जारी, इस जिलें में हार्ट अटैक से हुई 5 की मौत

Admin

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિધ્યાર્થીનીનું મોત : જવાબદારી સામે કાર્યવાહીની માંગ

Admin