Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

મુંબઇ ઇન્ડિયન્સે ઝહીર ખાન અને મહેલા જયવર્ધનેને આપી મોટી ભૂમિકા, થઇ જાહેરાત

મુંબઇ ઇન્ડિયન્સે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન અને શ્રીંલકન ટીમના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધેનેને મોટી ભૂમિકા આપી છે. ઝહીર ખાનને ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટ અને જયવર્ધનેને ગ્લોબલ હેડ ઓફ પરફોર્મન્સ નિયુક્ત કર્યા છે, કારણ કે હવે મુંબઇ ઇન્ડિયન્સના માલિકીની હક ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસે બે વિદેશી લીગની ટીમ છે.

મુંબઇ ઇન્ડિયન્સના માલિકોએ MI માટે વૈશ્વિક ક્રિકેટ વિરાસત બનાવવાના ઉદ્દેશ્યથી મહેલા જયવર્ધને અને ઝહીર ખાનને નવી ભૂમિકા સોપી છે. MIનો વિસ્તાર થઇ ગયો છે, જેમાં હવે મુંબઇ ઇન્ડિયન્સ સાથે MI અમીરાત અને MI કેપ ટાઉન સામેલ છે. એવામાં ટીમ મેનેજમેન્ટે આ ત્રણેય ટીમ માટે એક કેન્દ્રીય ટીમની જરૂરતને જરૂરી સમજી છે.

ઝહીર ખાનને મુંબઇ ઇન્ડિયન્સના ક્રિકેટ ડેવલપમેન્ટના ગ્લોબલ હેડના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જે ખેલાડીઓના વિકાસની જવાબદારી નીભાવશે. આ સિવાય ટેલેન્ટની ઓળખાણ કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સ મજબૂત ટીમ બનાવશે. મુંબઇ ઇન્ડિયન્સ માટે હંમેશાથી રો ટેલેન્ટ સફળતાનો મૂળ મંત્ર રહ્યો છે. ઝહીર ખાનની આ ભૂમિકા વિશ્વભરમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમની મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે.

બીજી તરફ ગ્લોબલ હેડ ઓફ પરફોર્મન્સ નિયુક્ત કરવામાં આવેલા મહેલા જયવર્ધને વિશ્વભરમાં ગ્રુપના ક્રિકેટ સંચાલનમાં સીનિયર નેતૃત્વ પ્રદાન કરશે, જેમાં રણનીતિ બનાવવાથી લઇને હાઇ પરફોર્મન્સ ઇકો-સિસ્ટમ બનાવવુ પણ સામેલ છે. આ સિવાય તે દરેક ટીમની કોચિંગની જવાબદારી પણ સંભાળવાના છે. અલગ અલગ ટીમમાં તાલમેલ સુનિશ્ચિત કરવા માટે ટીમના મુખ્ય કોચ સાથે મળીને કામ કરવુ સામેલ છે.

ઝહીર ખાનની ક્રિકેટ કરિયર

ઝહીર ખાનની ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ ઝડપી છે જ્યારે 200 વન ડે મેચમાં 282 વિકેટ ઝડપી છે. 17 ટી-20 મેચમાં ઝહીર ખાને 17 વિકેટ ઝડપી છે. ઝહીર ખાને 100 આઇપીએલ મેચ રમી છે જેમાં તેને 102 વિકેટ ઝડપી છે. ઝહીર ખાન મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે.

संबंधित पोस्ट

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

IND vs WI: શાર્દુલ ઠાકુરે પોતાને બતાવ્યો અસલી ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા વિશે પણ આપ્યું મોટું નિવેદન

Karnavati 24 News

મયંક અગ્રવાલ: ઓપનિંગ બાદ મિડલ ઓર્ડરમાં પણ નિષ્ફળ, ખાતું ખોલાવ્યા વિના બીજા બોલ પર બોલ્ડ થયો

Karnavati 24 News

INDVsAUS: હાર પછી ટીમમાં બદલાવ નક્કી, શું રોહિત શર્મા રિસ્ક લેશે?

અમ્પાયર બનવા માંગો છો, IAS ઇન્ટરવ્યૂ કરતા પણ મુશ્કેલ સવાલોના જવાબ આપવા પડશે

Karnavati 24 News

તે મારા જીવનની સૌથી સારી ગિફ્ટ છે…જન્મદિવસ પર કોની યાદમાં ભાવુક થયો હાર્દિક પંડ્યા