Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

INDVsZIM: વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર, આ ઓલરાઉન્ડરને મળી તક

ભારત અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વન ડે સીરિઝ પહેલા ભારતીય ટીમના ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ઇજાને કારણે તે આ પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. બીસીસીઆઇએ તેના ઇજાગ્રસ્ત થવાની જાણકારી આપતા રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની પણ જાહેરાત કરી છે.

ભારત અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝ ગુરૂવારથી રમાશે. ટીમ ઇન્ડિયા તેની તૈયારીમાં લાગેલી છે. આ સીરિઝની શરૂઆત પહેલા ભારતીય ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થયો હતો. હવે બીસીસીઆઇએ તેની પૃષ્ટી કરી છે. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યુ કે સુંદરની જગ્યાએ શાહબાજ અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

બીસીસીઆઇએ સુંદરની ઇજાને લઇને જાણકારી આપતા જણાવ્યુ, ઓલ ઇન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ શાહબાજ અહમદને વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કર્યો છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝમાં તે ટીમનો ભાગ હશે. વોશિંગ્ટન સુંદરને કાઉન્ટી ક્રિકેટમાં રમવા દરમિયાન ખભામાં ઇજા થઇ હતી, જેને કારણે તે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વન ડે સીરિઝની બહાર થઇ ગયો છે.

શાહબાજ અહમદનું પ્રદર્શન

બંગાળ તરફથી રમનારા શાહબાજ અહમદ ઘરેલુ મેચમાં બોલ અને બેટ બન્નેથી સારૂ પ્રદર્શન કર્યુ છે. તાજેતરમાં રણજી સીઝનમાં સેમિ ફાઇનલ મેચમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારવાની સાથે 8 વિકેટ પણ ઝડપી હતી. ઇન્ડિયા એ તરફથી રમી ચુકેલા આ ખેલાડીને પ્રથમ વખત ભારતીય ટીમમાં જગ્યા મળી છે.

શાહબાજ અહેમદે 29 ફર્સ્ટ ક્લાસ ઇનિંગમાં 1041 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 7 અડધી સદી સામેલ છે, તેના નામે ફર્સ્ટ ક્લાસ મેચમાં 57 વિકેટ પણ છે. તે 26 લિસ્ટ એ મેચ 662 રન બનાવવાની સાથે શાહબાજે 24 વિકેટ પણ ઝડપી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમનારા આ ખેલાડીએ 29 મેચમાં 13 વિકેટ લેવાની સાથે 279 રન પણ બનાવ્યા છે.

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ ટીમ

લોકેશ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, રિતૂરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, શાહબાજ અહમદ

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

ભારત વિ. ન્યુઝીલેન્ડ: સૂર્યાની ઝડપી બેટિંગ પર ફરી વળ્યું પાણી, બીજી બાજુ સંજુ સેમસને જિત્યું સૌનું દિલ, બીજી વન્ડે મેચ વરસાદને કારણે થઈ રદ્દ

Admin

IND Vs BAN: ભારતીય વન-ડે સીરિઝ અગાઉ મોટો ઝટકો, શમી બાદ ઋષભ પંત વન-ડે સીરિઝમાં બહાર

Admin

FIFA World Cup 2022: સેમીફાઇનલ અગાઉ વિવાદ, લિયોનેલ મેસ્સી સાથે ઘર્ષણ કરનાર રેફરીની છૂટ્ટી

Admin

IND vs SA: શમી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે કેવી રીતે બ્રેક બન્યો? આ 5 ગુણો અદ્ભુત છે

Karnavati 24 News

સ્મૃતિ મંધાનાએ જીત્યા દિલ, હરમનપ્રીત કૌર સાથે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ શેર કર્યો

Karnavati 24 News